Radhika Merchantએ પરિવાર સામે જ ઈશા અંબાણી સાથે કર્યું એવું કે… જોતા રહ્યા Mukesh Ambani…

હેડિંગ વાંચીને જો તમે એવું વિચારી રહ્યા હોવ કે ભાઈ કહાની ઘર ઘર કીની જેમ જો અંબાણી પરિવારમાં અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના લગ્ન બાદ રામાયણ શરુ થઈ ગઈ છે તો ભાઈસાબ એવું નથી, આ તો હાલમાં જ પરિવારના નાના વહુરાણી રાધિકાના બર્થડે સેલિબ્રેશનના વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાધિકા અંબાણી પરિવારની સામે જ નણંદ ઈશા અંબાણી (Isha Ambani) સાથે કંઈક એવું કરે છે કે મુકેશ અંબાણી પણ બસ જોતા રહે છે… ચાલો જોઈએ આખરે એવું તે શું કર્યું…
વાત જાણે એમ છે કે અંબાણી પરિવારે રાધિકાના બર્થડે પર મિડનાઈટ સેલિબ્રેશન કરીને તેને સરપ્રાઈઝ આપ્યું હતું. વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં નીતા અંબાણી રાધિકાની આરતી ઉતારી રહ્યા છે તો સામે રાધિકા પણ એટલા જ ઉમળકાથી પરિવારના અન્ય સદસ્યોને મળતી દેખાઈ રહી છે. સસરા મુકેશ અંબાણીને હાથ જોડીને માથુ ઝૂકાવીને મળ્યા બાદ રાધિકા ઈશા અંબાણીને મળે છે.
ઈશા અંબાણી સામે આવતા જ રાધિકાએ માથુ ઝૂકાવીને પ્રણામ કરતી જોવા મળી રહી છે અને ઈશા પણ વ્હાલી ભાભીને ગળે લગાવી લે છે. આ બધુ મુકેશ અંબાણી બાજુમાં ઊભા રહીને જોઈ રહ્યા હતા અને હસી પડ્યા હતા. રાધિકા જેઠ આકાશ અંબાણીને પણ પ્રણામ કરવા પહોંચે છે પણ આકાશ ખૂબ જ પ્રેમથી રાધિકાને ગળે લગાવે છે. સોશિયલ મીડિયા પર અંબાણી પરિવારનો આ હમ સાથ સાથ હૈ ટાઈપ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : ભારેભરખમ મીનાકારીવાળી જ્વેલરી, નીતા અંબાણી પર આ રીતે ભારે પડી નાની વહુ રાધિકા મર્ચન્ટ…
યુઝર્સ આ વીડિયો પર લાઈક અને કમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે તું ખૂબ જ નસીબદાર છો. બીજા એક યુઝરે લખ્યું હતું કે અંબાણી પરિવારની વહુ બનવું એ ભાગ્યની વાત છે. લોકો સતત આ વીડિયો પર કમેન્ટ કરી રહ્યા છે. કમેન્ટ સેક્શનમાં હાર્ટ અને ફાયર ઈમોજીની લહેર આવી ગઈ છે. જો તમે પણ અત્યાર સુધી ના જોયો હોય આ વીડિયો તો જોઈ લો….