એન્ટિલિયામાં રાધિકાના ગ્રાન્ડ બર્થ ડે બેશમાં આકાશ અંબાણીએ કેક ખાવાની ના પાડી! પછી…..

અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ હંમેશા ચર્ચામાં રહે છે. રાધિકાએ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી સાથે લગ્ન કર્યા છે. રાધિકા મર્ચન્ટ સ્ટાઈલની બાબતમાં હિરોઈનથી ઓછી નથી. તેણે સ્ટાઈલના મામલે તેની સાસુ નીતા અંબાણી, ભાભી ઈશા અંબાણી અને ભાભી શ્લોકા મહેતાને પણ પાછળ છોડી દીધા છે.
અનંત-રાધિકાના લગ્ન ચર્ચામાં રહ્યા હતા. તેમના લગ્નમાં ભારત અને વિદેશના મહેમાનોએ હાજર રહી આ પ્રસંગમાં અનેરું આકર્ષણ ઉમેર્યું હતું. લગ્ન બાદ રાધિકા તેનો પહેલો જન્મદિવસ તેના સાસરિયાના ઘરે ઉજવી રહી છે. તેણે પોતાના આલીશાન ઘર એન્ટિલિયામાં આખા પરિવાર સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પાર્ટીમાં બોલિવૂડના તમામ સ્ટાર્સે હાજરી આપી હતી.
| Also Read: Viral Video: નણંદ Ishaને જોતા સસરા મુકેશ અંબાણી સામે જ Radhika Merchantએ કર્યું કંઈક એવું કે…
આ દરમિયાન હવે રાધિકાના ગ્રાન્ડ બર્થડે સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રાધિકાએ તેનો ભવ્ય જન્મદિવસ એન્ટિલિયામાં ઉજવ્યો હતો. આ ઉજવણીનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં રાધિકા સફેદ બેકલેસ ટોપ સાથે લાલ રંગનો સ્કર્ટ પહેરેલી જોવા મળી રહી છે. આ સાથે તેણે એક સાદી પોની બનાવી છે અને તેનો મેકઅપ વગરનો દેખાવમાં પણ તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
વીડિયોમાં રાધિકા પહેલા કેક કાપતી અને પછી એક પછી એક બધાને ખવડાવતી જોવા મળી હતી. કેક કાપ્યા બાદ રાધિકાએ સૌથી પહેલા તેના પતિ અનંત અંબાણીને કેક ખવડાવી હતી. ત્યારપછી તેણે સસરા મુકેશ અંબાણી અને પછી માતા-પિતાને કેક ખવડાવીને તેમના આશીર્વાદ લીધા હતા. આ પછી, રાધિકા જેવા તેના જેઠ એટલે કે આકાશ અંબાણીને કેક ખવડાવવા જાય છે, ત્યારે તેમણે તેને ખાવાની ના પાડી દીધી હતી. વેલ અહીં તમે કંઇ ભલતું જ ના ધારી લેતા કે આકાશને રાધિકાના હાથે કેક ખાવાની પસંદ નહીં આવી કે આકાશે કેમ આવું વર્તન કર્યું….
આકાશ હંમેશા વડિલોને અને મોટાઓને માન આપે છે. તેથી જ આકાશે રાધિકાને પહેલા બા એટલે કે રાધિકાના દાદીસાસુ કોકિલાબાને કેક ખવડાવવા કહ્યું હતું. રાધિકાએ પણ આકાશની વાત માની અને એમ જ કર્યું હતું.
| Also Read: Mukesh Ambaniની જેમ ધનવાન બનવું છે? આ રહ્યું સિક્રેટ, આજે જ ફોલો કરો આ ટિપ્સ અને…
આ વીડિયો સામે આવતાની સાથે જ દરેક વ્યક્તિ આકાશના ખૂબ વખાણ કરી રહ્યા હતા. યુઝર્સ આકાશને જેન્ટલમેન કહી રહ્યા છે. આ બર્થ ડે પાર્ટીમાં ઓરી, અનન્યા પાંડે, શિખર પહાડિયા, જ્હાન્વી કપૂર, અર્જુન કપૂર, સુહાના ખાન,મહેન્દ્ર સિંહ ધોની સહિત ઘણા સ્ટાર્સે હાજરી આપી હત