મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Nita Ambani આઈપીએલ ઓક્શનમાં વ્યસ્ત, પીઠપાછળ આવી હરકત કરી વહુ Radhika Merchantએ…

અંબાણી પરિવારની નવી વહુ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ની ફેશનસેન્સ ખૂબ જ કમાલની છે અને એના જેટલા વખાણ કરવામાં આવે એટલા ઓછા છે. હાલમાં નીતા અંબાણી (Nita Ambani) આઈપીએલ-2025ના ઓક્શનમાં વ્યસ્ત છે અને સાસુની ગેરહાજરીમાં વહુ રાધિકાએ કંઈક એવું કર્યું હતું કે જે જોઈને લોકો ચોંકી ઉઠ્યા હતા. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું રાધિકાએ અને આ જોઈને સાસુ નીતા અંબાણીનું રિએક્શન આપશે-

રાધિકા મર્ચન્ટ ફેશનમાં નણંદ ઈશા અંબાણી (Isha Ambani), જેઠાણી શ્લોકા મહેતા (Shloka Mehta) અને સાસુ નીતા અંબાણીને ટક્કર મારે છે. કોઈ પણ ઈવેન્ટમાં રાધિકા પોતાની ગજબની ફેશન સેન્સથી સેન્ટર ઓફ અટ્રેક્શન બની જાય છે. રાધિકા હાલમાં પોતાની બહેનપણીના લગ્નમાં બિઝી છે અને તે તેના ફંક્શન્સ એન્જોય કરી રહી છે. સોશિયલ મીડિયા પર રાધિકાના લગ્નના ઈનસાઈડ ફોટો વાઈરલ થઈ રહ્યા છે અને દરેક લૂકમાં રાધિકા કમાલની લાગી રહી છે.

જોકે, આ બધા વચ્ચે રાધિકા મર્ચન્ટનો એક લૂક વાઈરલ થઈ રહ્યો છે અને આ લૂકમાં રાધિકા લગ્ન બાદ પહેલી વખત જ સિંદૂર અને મંગળસૂત્ર વિના જોવા મળી છે. રાધિકાએ પીચ કલરનો એમ્બ્રોઈડરવાળો લહેંગો પહેર્યો હતો અને તેને સ્ટ્રેપી સિક્વન્સ બ્લાઉઝ સાથે પેયરઅપ કર્યું હતું. આ લૂકને કમ્પલિટ કરવા માટે રાધિકાએ ડાયમંડ નેકલેસ પહેર્યો હતો. પરંતુ તેણે આ આઉટફિટ સાથે મંગળસૂત્ર પહેર્યું નહોતું કે ન તો સિંદૂર લગાવ્યું હતું. રાધિકાનો આ લૂક સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : એન્ટિલિયા પહેલાં Mukesh Ambani-Nita Ambani ક્યાં રહેતા હતા? કેવું હતું પહેલાંનું ઘર?

આ જ લગ્નના એક બીજા લૂકમાં રાધિકાએ કોપર કલરની સાડી પહેરેલી જોવા મળી રહી છે અને એની ઉપર ફૂલોવાળી એમ્બ્રોઈડરીવાળી બોર્ડર લગાવવામાં આવી છે. સાડી પરની આ સિક્વન્સવાળી બોર્ડર તેને બ્યુટીફૂલ લૂક આપી રહી છે. આ સાથે તેણે ખુલ્લાવાળા અને ડાયમંડ જ્વેલરી પહેરીને પોતાના લૂકને કમ્પલિટ કર્યો છે.

અંબાણી પરિવારનું મહિલા મંડળ દર વખતે અલગ અલગ ફેશન ગોલ સેટ કરે છે એટલે રાધિકાના આ નો મંગળસૂત્ર, નો સિંદૂર લૂકથી નીતા અંબાણી કે બીજા કોઈને ખાસ ફેર પડે એવું લાગતું નથી. તમે જો રાધિકાનો આ લૂક ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button