જૂની ચણિયાચોળી, નણંદનો નેકલેસ, જેઠાણીના ઝૂમખાં, કંઈ આવી રીતે મિત્રના લગ્નમાં પહોંચી Radhika Merchant…

અંબાણી પરિવારના નાના વહુરાણી રાધિકા મર્ચન્ટ ફેશનસેન્સના મામલામાં તો સાસુ નીતા અંબાણી, જેઠાણી શ્લોકા મહેતા અને નણંદ ઈશા અંબાણીને ટક્કર આપે છે. લોકો તેના લૂકની એક ઝલક જોવા માટે આતુર હોય છે. પરંતુ હાલમાં જ સોશિયલ મીડિયા પર રાધિકાના કેટલાક ફોટો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે જૂની ચણિયા ચોળી, ઈશાનો નેકલેસ અને શ્લોકાના ઝૂમખાં પહેરીને મિત્રના લગ્નમાં હાજરી આપવા પહોંચી હતી. હવે આખરે એવું તે શું થયું કે રાધિકાએ આવું કરવું પડ્યું?
વાત જાણે એમ છે કે અંબાણી પરિવારનું મહિલા મંડળ હંમેશા જ એકબીજાના કપડાં અને જ્વેલરી એક્સચેન્જ કરીને પહેરે છે. આ જ પરંપરા રાધિકાએ પણ ફોલો કરી હતી અને તે હાલમાં જ મિત્રના લગ્નમાં પહોંચી હતી. જ્યાં તેણે 2018માં ઈશા અંબાણાન લગ્ન પહેરેલો લહેંગો પસંદ કર્યો હતો. આ લહેંગામાં તેણે ઈશા અંબાણીના લગ્ન અંનત અંબાણી સાથેના પોઝ આપ્યા છે. રાધિકાનો આ લહેંગો હળવા પિંક કલરનો છે અને એના પર ગોલ્ડન સિક્વન્સની વર્ક કરવામાં આવ્યું છે. રાધિકાએ આની સાથે મેચિંગ દુપટ્ટો કેરી કર્યો હતો.

આ પણ વાંચો : Kokilaben Ambani સાથે દેખાઈ Shloka Mehta પણ લાઈમલાઈટ તો લૂંટી આ ખાસ વસ્તુએ…
વાત કરીએ રાધિકાની એસેસરીઝની તો તેણે પોતાના લૂકને શાહી ટચ આપવા માટે ડાયમંડ જ્વેલરી સ્ટાઈલ કરી હતી. તેણે ગળામાં કુંદનનો ચોકર પહેર્યો હતો જે આ પહેલાં ઈશા અંબાણીએ પહેર્યો હતો. આ ચોકર સાથે રાધિકાએ સુંદર ઝુમખા પહેર્યા હતા જે જેઠાણી શ્લોકા મહેતાના હતા. આ સાથે તેણે હાથમાં ચાંદીની બગડીઓ, ગળામાં મંલસૂત્ર અને ડાયમંડની વીંટી પહેરી હતી. ખુલા વાળ અને સુંદર ગ્લેમરસ મેકઅપમાં રાધિકા એકદમ ડોલ જેવી લાગી રહી હતી, એ વાતમાં તો કોઈ શંકા જ નથી. તમે પણ ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો રાધિકાનો આ સુંદર લૂક…
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ઈશા અંબાણીના લક્ઝરી બ્યુટી બ્રાન્ડના સ્ટોરનું ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું હતું એ સમયે પણ અંબાણી પરિવારને ગર્લ્સ ગેન્ગે લાઈમલાઈટ લૂંટવામાં કોઈ કસર બાકી રાખી નહોતી અને બોલીવૂડની ડીવાને તેમણે કાંટે કી ટક્કર આપી હતી.