મનોરંજન

સિક્રેટ વેડિંગ બાદ બોલિવૂડ અભિનેત્રીએ આપ્યું વધુ એક સરપ્રાઇઝ, ફ્લોન્ટ કર્યો બેબી બંપ

બોલિવૂડ અભિનેત્રી રાધિકા આપ્ટેના ચાહકો માટે સારા સમાચાર છે. લગ્નના 12 વર્ષ બાદ અભિનેત્રીના ઘરે બાળકની કિલકારીઓ ગુંજવાની છે. તાજેતરમાં અભિનેત્રી તેની આગામી ફિલ્મ સિસ્ટર મિડનાઈટના પ્રીમિયરમાં જોવા મળી હતી જ્યાં અભિનેત્રી પ્રથમ વખત તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. અભિનેત્રીએ રેડ કાર્પેટ પર ચાલતા જ તેના ચાહકોને સુખદ આંચકો આપી દીધો હતો. રાધિકાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને બધા તેને અભિનંદન આપી રહ્યા છે.

રાધિકા આપ્ટેએ તાજેતરમાં BFI લંડન ફિલ્મ ફેસ્ટિવલ 2024માં હાજરી આપી હતી, જ્યાં તેની ફિલ્મનું પ્રીમિયર યોજાયું હતું. પ્રીમિયર ઈવેન્ટ દરમિયાન, તે બ્લેક ઓફ શોલ્ડર બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી.આ ઑફ શોલ્ડર ડ્રેસમાં રાધિકાની સ્ટાઇલ જોવા જેવી હતી. તે ઘણી સુંદર લાગી રહી હતી. તેના મોઢા પર પ્રેગનેન્સીનું તેજ ઝળકી રહ્યું હતું.

રાધિકાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઈવેન્ટની તસવીરો શેર કરી છે. ચાહકોને પણ રાધિકાનું આ સરપ્રાઇઝ ઘણું પસંદ આવ્યું છે. અભિનેતા વિજય વર્માએ તેને અભિનંદન આપ્યા છે. ફિલ્મ નિર્માતા ગુનીત મોંગાએ પણ તેને અભિનંદન પાઠવ્યા હતા. નેટિઝન્સ પણ જુદી જુદી કમેન્ટ્સ કરીને તેને અભિનંદન આપી રહ્યા છે. એકે લખ્યું હતું કે, પ્રીમિયર અને પ્રેગનેન્સી બંને માટે અભિનંદન. બીજાએ લખ્યું હતું, ઓહ રાધિકા, તું કેટલી સુંદર લાગે છે. અભિનંદન.

રાધિકા આપ્ટેએ 2012માં બ્રિટિશ સંગીતકાર બેનેડિક્ટ ટેલર સાથે લગ્ન કર્યા હતા. રાધિકા 2011માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી બ્રેક લઇને કોન્ટેમ્પરરી ડાન્સ શીખવા લંડન ગઇ હતી. ત્યાં તેની મુલાકાત બેનેડિક્ટ ટેલર સાથે થઇ હતી. બંને પ્રેમમાં પડ્યા હતા અને સાથે રહેવા માંડ્યા હતા. 2012માં બંનેએ સિક્રેટ વેડિંગ કર્યા હતા. 2013માં તેમણે સત્તાવાર રીતે લગ્ન કર્યા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી છેલ્લે ફિલ્મ મેરી ક્રિસમસમાં જોવા મળી હતી.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button