જ્યોતિષ શાસ્ત્રમાં અનેક એવા યોગ, રાજયોગ વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે કે જેનાથી જાતકની જિંદગી બદલાઈ જાય છે, દિવસો ફરી જાય છે. આવો જ એક યોગ એટલે માલવ્ય યોગ. આ યોગને વૈદિક જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે.
એવું કહેવાય છે કે આ માલવ્ય યોગમાં જન્મેલા લોકોને લખલૂટ ધનની પ્રાપ્તિ થાય છે, તમામ વસ્તુઓ ખૂબ જ સરળતાથી મળી જાય છે. આવો આ માલવ્ય યોગ સપ્ટેમ્બર મહિનામાં બનવા જઈ રહ્યો છે, જેને કારણે તમામ રાશિના જાતકો પર અસર જોવા મળશે, પણ કેટલીક રાશિઓ છે જેમના પર આ યોગની વિશેષ અસર જોવા મળશે. આવો જોઈએ ક્યારે બની રહ્યો છે આ માલવ્ય યોગ અને કઈ રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે-
જ્યોતિષાચાર્યો શુક્રને સંપત્તિ, કીર્તિ અને વૈભવનો કારક માનવામાં આવ્યો છે. શુક્ર દર 28 દિવસે રાશિ પરિવર્તન કરે છે.
આવી પરિસ્થિતિમાં શુક્રના રાશિચક્રમાં પરિવર્તનને કારણે સમયાંતરે શુભ અને અશુભ યોગ બને છે. વૈભવ, કીર્તિનો કારક શુક્ર 18મી સપ્ટેમ્બરના સ્વરાશિ તુલામાં ગોચર કરશે અને એને કારણે માલવ્ય યોગ બની રહ્યો છે-
મેષ:
મેષ રાશિના જાતકો માટે બની રહેલો માલવ્ય યોગ શુકનિયાળ રહેશે, જેને કારણે આ રાશિના જાતકોને કામના સ્થળે માન-સન્માનમાં વૃદ્ધિ થશે. વરિષ્ઠ અધિકારીઓ કામની પ્રશંસા કરશે. સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. ધાર્મિક કાર્ય સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ થઈ થશે. પરિણીત લોકોને પણ પૈતૃક સંપત્તિથી લાભ થવાની શક્યતા છે. વેપારીઓને વેપારમાં ફાયદો થશે.
તુલાઃ
આ રાશિના જાતકો માટે સપ્ટેમ્બરમાં બની રહેલો માલવ્ય યોગ શુભ પરિણામ લઈને આવશે. આ રાશિના જાતકોના વ્યક્તિત્વમાં સુધારો જોવા મળશે. ધાર્મિક કાર્યમાં રસ વધશે, જેને કારણે મન પ્રસન્ન રહેશે. કામના સ્થળે પણ પરિસ્થિતિ તમારા તરફેણમાં રહેશે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પણ પૂરા થતાં જણાઈ રહ્યા છે. આર્થિક તંગીમાંથી મુક્તિ મળશે.
વૃશ્ચિકઃ
વૃશ્ચિક રાશિના જાતકો માટે માલવ્ય રાજયોગને કારણે જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. યુવાનો માટે આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ થશે, જેને કારણે સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. નોકરી કરી રહેલાં લોકોના પ્રમોશન અને પગારમાં બંનેમાં વધારો થવાની પ્રબળ શક્યતાઓ છે. તમે કબજિયાતની સમસ્યાથી પણ રાહત મેળવી શકો છો. વૈવાહિક જીવનમાં પણ સુખ-શાંતિ જળવાઈ રહેશે.