આમચી મુંબઈમનોરંજન

થિયેટરમાં મૂવી જોવાના શોખિન છો? આ વાંચી લો, જલસો પડી જશે…

મુંબઈ: કોરોનાકાળ બાદ લોકો થિયેટરથી ઓટીટી પ્લેટફોર્મ તરફ ડાયવર્ટ થઈ ગયા છે અને ઓટીટીએ પણ પ્રેક્ષકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું. હવે દર્શકોને ફરી એક વખત ઓટીટી પ્લેટફોર્મથી થિયેટર સુધી લાવવા માટે થિયેટરના માલિકો દ્વારા જાત જાતના ગતકડાં કરવામાં આવી રહ્યા છે અને આવા જ એક પ્લાન વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. આ પ્લાનમાં તમે 699 રૂપિયામાં એક મહિનામાં 10 ફિલ્મો જોઈ શકશો.

આ સ્કીમમાં દર્શકો માત્ર રૂ. ૬૯૯ ચૂકવીને આખા મહિનામાં થિયેટરોમાં ૧૦ ફિલ્મો જોઈ શકશે. થિયેટરના માલિકો દ્વારા ઓટીટીની જેમ દર્શકોને આકર્ષવા માટે હવે સબ્સ્ક્રિપ્શન સર્વિસ શરૂ કરી છે અને એક જ સમયે પેમેન્ટ કરીને દર્શકો એક મહિના સુધી એન્ટરટેઈન્ટમેન્ટનો આનંદ ઉઠાવી શકશે, એવો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે.


થિયેટરમાલિકોનું આ બાબતે એવું માનવું છે કે આ સ્કીમ દ્વારા તેઓ પ્રેક્ષકોને થિયેટર તરફ આકર્ષિત તો કરશે જ પરંતુ તેમને મલ્ટિપ્લેક્સની મોંઘીદાટ ટિકિટોના ભાવમાંથી રાહત પણ અપાવશે. હાલમાં પ્રાયોગિક ધોરણે ગઈકાલથી એટલે કે સોમવારથી મર્યાદિત સમય માટે આ સ્પેશિયલ પાસ ઉપલબ્ધ કરાવી આપવામાં આવ્યો છે. પ્રારંભિક તબક્કામાં માત્ર ૨૦ હજાર દર્શકોને આ સુવિધા પૂરી પાડવામાં આવશે.


આ નવી સ્કીમ વિશે વધુ માહિતી આપતા સંબંધિત થિયેટરના માલિકો દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે દર્શકે ઓછામાં ઓછા ત્રણ મહિના માટે આ પાસ ખરીદવો પડશે અને તેઓ થિયેટરમાં એક દિવસમાં એક ફિલ્મ જોઈ શકશે. આ સ્પેશિયલ પાસની મદદથી દર્શક કોઈપણ એક મૂવી બે વખત જોઈ શકશે નહીં. આ પાસ ખરીદનાર વ્યક્તિ માટે જ માન્ય રહેશે, એટલે કે તેનો ઉપયોગ કોઈ બીજી વ્યક્તિ દ્વારા કરી શકાશે નહીં. દર્શકો સોમવારથી ગુરુવાર એમ ચાર દિવસ દરમિયાન આ પાસ પર મૂવીઝની મજા માણી શકશે અને આ સ્કીમ ૩૫૦ રૂપિયા સુધીની મૂવી ટિકિટ માટે જ માન્ય રહેશે. એટલું જ નહીં પણ દર્શકોએ ટિકિટ પર લાગુ થતા સર્વિસ ચાર્જ પણ અલગથી ચૂકવવાના રહેશે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker