મનોરંજન

ફેન્સએ કેમ કહ્યું કે Pushpa-2નો વાયરલ વીડિયો ડિલિટ કરો ?

સાઉથ એક્ટર અલ્લુ અર્જુન, ફહાદ ફાસિલ અને રશ્મિકા મંદન્ના સ્ટારર પુષ્પા 2021માં રિલીઝ થઈ હતી. ફિલ્મે કોરોના સમયગાળા દરમિયાન ડૂબી ગયેલી ફિલ્મી ઈન્ડસ્ટ્રીને ઉગારવામાં સારી ભૂમિકા ભજવી અને પુષ્પા બાદ પેન ઈન્ડિયા ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ થયો.

ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. આ પછી મેકર્સે ફિલ્મની સિક્વલની જાહેરાત કરી. ચાહકો હવે આ ફિલ્મના બીજા ભાગની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સાથે અભિનેતાનો ફર્સ્ટ લુક પણ રિલીઝ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ પહેલા 15 ઓગસ્ટના રોજ રીલિઝ થઈ હતી. પરંતુ, પોસ્ટ પ્રોડક્શનમાં વિલંબને કારણે તેની રિલીઝ મોકૂફ રાખવામાં આવી છે. Filmની નવી ડેટ તો જાહેર થઈ નથી, પણ હાલમાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ક્લાયમેક્સનું હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે ફેન્સ એવી માગણી કરી રહ્યા છે કે આ વીડિયોને ડિલિટ કરવામાં આવે બાકી ક્લાયમેક્સની મજા ખરાબ થઈ જશે.

https://twitter.com/NimmalaJaisai23/status/1818138894015074512?ref_src=twsrc%5Etfw

સુકુમારના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ પુષ્પા 2નો એક સેટ પરનો વીડિયો બહાર આવ્યો છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે ટીમ ફિલ્મના ફાઈટ સીનનું શૂટિંગ ચાલી રહ્યું છે. વીડિયોમાં લોહીથી લથબથ એક વ્યક્તિ હાર્નેસથી લટકી રહ્યો છે. તે જ સમયે, કેટલાક લોકો સેટઅપમાં મદદ કરી રહ્યા છે. આ વીડિયોમાં ફિલ્મના મુખ્ય કલાકાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના દેખાતા નથી.

પુષ્પા 2ની વાયરલ વીડિયો ક્લિપ પર લોકોની પ્રતિક્રિયાની વાત કરીએ તો લોકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ ક્લાઈમેક્સ સીનને કારણે ફેન્સ ખૂબ જ ગુસ્સે છે. એકે લખ્યું છે ડિલીટ. બીજાએ લખ્યું છે કે કૃપા કરીને વીડિયો ડિલીટ કરો.અમારા માટે ક્લાઈમેક્સ બગાડો નહીં.

જોકે અગાઉ પણ વીડિયો વાયરલ થયા છે. ઘણીવાર પબ્લિસિટી મેળવવા પણ આવા નુસ્ખા અજમાવવામાં આવે છે. જે હોય તે પુષ્પા-2ની રાહ સૌ કોઈ જોઈ રહ્યા છે તે વાત નક્કી છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button