Allu Arujnએ ફેન્સને આપી Diwali Gift, જાણી લો શું છે આ ગિફ્ટ…
સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun)ના ફેન્સ માટે દિવાળી પહેલાં જ ધમાકેદાર સમાચાર સામે આવ્યા છે. જી હા, લાંબા સમયથી ફેન્સ જે ઘડીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી પહોંચી છે. મળી રહેલી માહિતી પ્રમાણે હવે ફિલ્મ પુષ્પા-ટુ પાંચમી ડિસેમ્બરના રિલીઝ થવા જઈ રહી છે અને આ બાબતની માહિતી આપતું એક ટ્વીટ પણ કરવામાં આવ્યું છે.
ફિલ્મ પુષ્પા-ટુને લઈને દર્શકોમાં ખૂબ ઉત્સુક્તા જોવા મળી રહી છે, પરંતુ તેને રિલીઝ ડેટને લઈને સતત કંઈકને કંઈક અપડેટ્સ આવી રહ્યા હતા. પહેલાં આ ફિલ્મ છઠ્ઠી ડિસેમ્બરના રિલીઝ થવાની હતી, પરંતુ આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર @MythriOfficial નામની આઈડી પરથી ટ્વીટ કરીને ફિલ્મની નવી રિલીઝ ડેટ અંગેની જાહેરાત કરવામાં આવી છે.
નવી રિલીઝ ડેટ પ્રમાણે હવે આ ફિલ્મ પાંચમી ડિસેમ્બરના રિલીઝ થશે. આ સમાચાર ચોક્કસ જ દિવાળી પહેલાં અલ્લુ અર્જુનના ફેન્સ માટે એક ધમાકેદાર ન્યુઝ સાબિત થયા હશે. અલ્લુ અર્જુનના ફેન્સ ખૂબ જ લાંબા સમયથી આ ફિલ્મ રિલીઝ થાય એની રાહ જોઈ રહ્યા હતા.
આ પણ વાંચો : શું શાહરુખ ખાનની લોકપ્રિયતાનો લાભ મળશે દૂરદર્શનને? 27 વર્ષ જૂની સિરિયલનું રી-બ્રૉડકાસ્ટ!
અત્રે ઉલ્લેખનીય છે કે ‘પુષ્પા 2’ એ રિલીઝ પહેલા જ 1000 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. અહીં ફિલ્મો રિલીઝ થયા પછી પણ 1000 કરોડ રૂપિયા કમાઈ શકતી નથી. ‘પુષ્પા 2’એ રિલીઝ પહેલા જ આ સિદ્ધિ મેળવી લીધી છે. કઈ રીતે આ શક્ય બન્યું એના વિશે વાત કરીએ તો એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, ‘પુષ્પા 2’ એ રિલીઝ પહેલાં જ ઈતિહાસ રચી દીધો છે. ભાગ્યે જ એવી કોઈ ભારતીય ફિલ્મ હશે જેણે રિલીઝ પહેલા જ 1000 રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હોય. તેનો કુલ પ્રી-રીલીઝ બિઝનેસ 1085 કરોડનો આંકડો વટાવી ચૂક્યો છે.