મનોરંજન

પુષ્પા ૨ રિલીઝ પહેલા કર્યો રેકોર્ડઃ આ મામલે સાબિત થઇ સુપરહિટ

મુંબઈઃ સુપરહિટ ફિલ્મ પુષ્પાની સિક્વલ પુષ્પા ૨ ની દર્શકો આતુરતા પૂર્વક રાહ જોઈએ રહ્યા છે. પણ આ ફિલ્મ રિલીઝ થતા પહેલા જ રેકોર્ડ બ્રેકીંગની શરૂઆત થઇ ગઈ છે. આ ફિલ્મનું ટીઝર હાલમાં જ રિલીઝ થયું, તેને જોઈને ફિલ્મ જોવા લોકોનો ઉત્સાહ વધી ગયો છે.

ટીઝરે રિલીઝ થતાની સાથે જ રેકોર્ડ તોડી નાખ્યા છે. આટલું જ નહીં, જ્યારે તેને મોટા પડદા પર બતાવવામાં આવ્યું ત્યારે દર્શકોમાં ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. પ્રેક્ષકો એક સાથે તાળીઓ પાડતા તેમનો આનંદ રોકી શક્યા નહીં. નિર્માતાઓએ તેમના સોશિયલ મીડિયા પર એક વિડિયો પોસ્ટ કર્યો છે, જેમાં દર્શકો સિનેમા હોલમાં જોર જોરથી ચીયર કરતા જોવા મળે છે, અને પુષ્પા ૨: ધ રૂલનું ટીઝર સ્ક્રીન પર ચાલી રહ્યું છે.

આ શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે: “પુષ્પાનો ક્રેઝ શરૂ થઈ ગયો છે. પુષ્પા ૨: ધ રૂલના ટીઝરને મોટી સ્ક્રીન પર જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. “પુષ્પા ૨: ધ રૂલ ૬ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

આ પણ વાંચો :અલ્લુ અર્જુનની પુષ્પા 2 કરોડોમાં વેચાઈ, આ OTT પ્લેટફોર્મે રિલીઝ પહેલા જ રાઈટ્સ ખરીદ્યા

આ ફિલ્મ સુકુમાર દ્વારા નિર્દેશિત અને મૈથરી મુવી મેકર્સ દ્વારા નિર્મિત છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના અને ફહાદ ફાસિલ લીડ રોલમાં છે. જ્યારે, તેનું સંગીત ટી સિરીઝ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત