Movie Review-Pushpa-2: બેસ્ટ કાસ્ટિંગ, બેસ્ટ ડિરેક્ટરનું કૉમ્બિનેશન સાડા ત્રણ કલાકની ફિલ્મને મજેદાર બનાવે છે

હિન્દી ફિલ્મોના રસિકોમાં આજકાલ અઢી કલાકની ફિલ્મને પણ માણવાની કે સહન કરવાની શક્તિ હી નથી. છેલ્લે રણબીરની એનિમલની લેન્થ 3 કલાક કરતા વધારે હતી અને તે માટે પણ ફરિયાદો થતી હતી, પણ આવી કોઈ ફરિયાદ તમે પુષ્પા-2 માટે નહીં કરો. કારણ કે ત્રણ કલાક અને 20 મિનિટની આ ફિલ્મ તમને ઘડીભરે બોર થવા નહી દે અને મજા કરાવશે.
આતુરતાથી રાહ જોયા બાદ પુષ્પા-1-ધ રાઈઝની સિક્વલ પુષ્પા-2 ધ રૂલ થિયેટરોમાં સ્પેશિયલ શૉ સાથે ગુરુવારે રિલિઝ છે. તેનું ઓફિશિયલ રિલિઝ આવતીકાલે છે.
આમ તો ફિલ્મને કમાણી માટે રિવ્યુની પણ જરૂર નથી કારણ કે એડવાન્સ બુકિંગમાં જ અઢળક કમાણી કરી લીધી છે. વળી, લોકોનો ક્રેઝ જોતા પહેલું અઠવાડિયું તો થિયેટર હાઉસફુલ જ રહેવાના.
પણ જેઓ માત્ર અલ્લુના ક્રેજ માટે નહીં એક સારી ફિલ્મ જોવા માટે થિયટરોમાં જાય છે તેમની માટે અહીં રિવ્યુ આપીએ છીએ.
કેવી છે ફિલ્મ
પુષ્પા-1 જેમણે જોઈ હોય તેમને ફિલ્મન વાર્તા ચંદનની તસ્કરી આસાપાસ ફરે છે છે તે કહેવાની જરૂર નથી. પહેલા પાર્ટમાં બનવરસિંહ શેખાવત અને પુષ્પા વચ્ચેની ટસલથી અંત આવ્યો હતો ત્યારે આ વખતે પણ પુષ્પાનું આધિપત્ય અને તેને જાળવી રાખવામાં આવતી અનેક અણધાર અચડણોની વાત છે.
વાર્તા પર થોડી ઓછી મહેનત થઈ હોવા છતાં સ્ક્રીનપ્લે એટલો દમદાર છે કે તમે રોલર કોસ્ટરમાં બેઠા હોય તેમ ફિલ્મ અલગ અલગ લેયર્સ તમારી સામે મૂકતી જાય છે. ફિલ્મ એક્શનથી ભરપૂર હોવા છતાં ઈમોશન, હ્યુમર કે ઈનડેપ્થ ડિટેઈલિંગમાં ક્યાંય ઉણી ઉતરતી નથી.
ફિલ્મનો હીરો માત્ર અલ્લુઅર્જન નથી
સાઉથ ફિલ્મો જોનારા સિવાય અલ્લુઅર્જન દર્શકો માટે નવો ચહેરો હતો, પરંતુ દાઢીવાળા પુષ્પાનો આ ચહેરો દર્શકોને એવો તો ગમ્યો કે હિન્દીભાષી બેલ્ટમાં પણ તે સુપરહીરો બની ગયો. પુષ્પા-2 જોવા જઈએ એટલે સ્વાભાવિક ઝૂકેગા નહીંવાળા અલ્લુને જોવાની આતુરતા હોય જ, પણ આ ફિલ્મનો હીરો અથવા તો વધારે શક્તિશાળી હીરો અલ્લુઅર્જન નથી, પરંતુ સુકુમાર છે. સુકુમાર ફિલ્મનો ડિરેક્ટર છે અને આ ફિલ્મને તેણે જે શિખરે પહોંચાડી છે, તે દાદ માગી લે તેમ છે.
ફિલ્મને માત્ર એન્ટરટેઈનર ન બનાવતા તેણે માણવા અને યાદ રાખવા લાયક બનાવી છે. આ એકદમ કર્મશિયલ ફિલ્મ કોઈ હલકીકક્ષાના જુગાર વિના તમને દિવસો સુધી યાદ આવ્યા કરશે. સોશિયલી રીચ અને સુપર એન્ટરટેઈનિંગ એમ બે છેડા ભેગા કરવાનું કામ સુકુમારે કર્યુ છે. પોતાની ટેરેટરીનો ભગવાન બની ગયેલો અર્જુન જે રીતે જાતનું નિરિક્ષણ કરે છે તે જોવું ચોક્કસ ગમશે.
ફિલ્મ એક્શન ઈમોશન, મ્યુઝિક, સિનેમેટોગ્રાફી બધામાં એક મજબૂત ગૂથાયેલી માળાની જેમ પરોવાયેલી છે. ગીત પણ સ્ટોરીને આગળ વધારે છે. એક પણ સિન ખેંચાયેલો કે નકામો નથી લાગતો. તમે સતત તમામ ઈમોશનન ફીલ કરી પુષ્પાની દુનિયાનો ભાગ બની જાઓ છો. ફિલ્મનો એન્ડ અને પુષ્પા સિરિઝનો એન્ડ જે રીતે કરવામાં આવ્યો છે તે જોતા સુકુમાર સ્ટોરીટેલિંગના સુપરહીરો સાબિત થયા છે.
કેવી છે એક્ટિંગ
પુષ્પા તરીકે અલ્લુ અર્જુન માત્ર એક જાથરા સિકવન્સથી પણ બેસ્ટ એક્ટરના બધા એવોર્ડ જીતી શકે તેમ છે. એટીટ્યૂડ, ફિઝીકાલિટી, ડાન્સ, હ્યુમર સાથે એનર્જી અને તેના કરતાપણ વધારે પોતાનો ઈન્ટરનલ ડિલેમા દર્શકો સુધી પહોંચાડવા માટે તેણે જે એક્ટિંગ સ્કીલ્સ બતાવી છે તે તેને ખૂબ જ મંજાયેલો અભિનેતા સાબિત કરે છે.
શેખાવત તરીકે ફહાદ ફેઝિલ અલ્લુ જેટલો જ પાવરધો સાબિત થયો છે. જે સિનમાં તેની હાજરી છે તે દરેકમાં તે નજરમાં આવ્યા સિવય રહેતો નથી. પોતાની ધાક જમાવવાની તેની જે મહેનત છે, તેમાંથી હાસ્ય તો બહાર આવે છે, પણ તે પુષ્પાને કેરેક્ટરને વધુ ઊંચે લઈ જાય છે.
રશ્મિકા મંદાના એટલે કે શ્રીવલ્લીના ભાગમાં ફિલ્મમાં ખાસ કંઈ આવ્યું નહીં હોય તેમ માનવામાં આવતું હતું, પરંતુ તે લવસિન્સ કે સૉન્સ્ગ પૂરતી નથી, તે પુષ્પાની ઈમોશનલ જર્નીની નેવિગેટર છે. પુષ્પા સાથેની તેની કેમેસ્ટ્રી, ડાન્સ સિકવન્સ અને પાર્ટનર તરીકે તે ગમશે જ અને સેન્સેશન પણ જગાવે જ છે.
આ પણ વાંચો…Pushpa 2: વડોદરામાં દર્શકોનો હોબાળો, જામનગરમાં પોસ્ટર ફાડી વિરોધ પ્રદર્શન
રાવ રમેશ અને જગાપત્તી પણ પોતાના રોલમાં એકદમ જકડી રાખે છે. તે સિવાયના પાત્રો પણ એકદમ ખિલ્યા છે. ફિલ્મ બેસ્ટ કાસ્ટિંગ અને બેસ્ટ ડિરેક્શનનું સુપર કૉમ્બિનેશન છે.
પુષ્પા-2માં નાની-મોટી ખામીઓ છે, પરંતુ ટેકનિકલી સાઉન્ડ આ ફિલ્મ તેની પ્રોડક્શન વેલ્યુ અને બાકીના તમામ પાસામાં એટલી તો દમદાર છે કે નાની-મોટી ખામીઓ દર્શકોને નજરમાં પણ નહીં આવે. ફિલ્મની લેંથ અને ખૂબ જ સારી વાર્તાનો અભાવ તમને કનડશે નહીં.
ઑવરઑલ તમે સારી ફિલ્મ જોવા માગતા હો તો પુષ્પા-2 તમન પુષ્પા-1 કરતા પણ વધારે માણવાલાયક લાગશે તેની ગેરંટી.
મુંબઈ સમાચાર રેટિંગ – 4.5