એક, બે કે ત્રણ નહીં પુષ્પા-2એ તોડ્યા આ સાત રેકોર્ડ્સ
છેલ્લા ઘણા સમયથી પેન ઈન્ડિયા ફિલ્મો ધૂમ મચાલી રહી છે. મૂળ એક પ્રાદેશિક ભાષામાં બનેલી પરંતુ હિન્દી સહિત ઘણી ભાષામાં ડબ થઈને એકસાથે રિલિઝ થતી આવી ફિલ્મો આખા દેશ અને દુનિયાના દરેક ભાષા બોલતા લોકો સુધી પહોંચે છે.
ખાસ કરીને સાઉથની ફિલ્મો આ રીતે રિલિઝ થઈ રહી છે અને લોકોને ખૂબ ગમી રહી છે. આવી પેન ઈન્ડિયા ફિલ્મ હાલમા આખા દેશ અને દુનિયામાં ધૂમ મચાવી રહી છે, તે છે અલ્લુ અર્જુનની પુષ્પા-2-ધ રૂલ.
પુષ્પા-ટુએ કમાણી અને લોકપ્રયતાના ઘણા રેકોર્ડ્સ તોડ્યા છે. એવી સાત કેટેગરી છે જેમાં પુષ્પા અગાઉની ફિલ્મો કરતા આગળ નીકળી ગઈ છે.
પહેલી વાત ઓપનિંગ વીકએન્ડ કલેક્શનની. તો ફિલ્મના હિન્દી વર્ઝનએ માત્ર ચાર દિવસમાં બોક્સ ઓફિસ પર 291 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. અલ્લુ અર્જુનની ફિલ્મે 250 કરોડની ક્લબમાં ફાસ્ટેસ્ટ એન્ટ્રીનો રેકોર્ડ બનાવ્યો છે.
ફિલ્મ પુષ્પા-2ના હિન્દી વર્ઝને તેની રિલીઝ ડેટ પર જ 72 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. અલ્લુ અર્જુનની ફિલ્મે એટલી દ્વારા નિર્દેશિત શાહરૂખ ખાનની ફિલ્મ જવાન (64 કરોડ)ના ઓપનિંગ ડે કલેક્શનનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
આ પણ વાંચો : બાહુબલી, જવાન બધાને પાછળ છોડી પુષ્પા-2એ કરી રેકોર્ડ બ્રેક ઑપનિંગ
ત્રીજા રેકોર્ડની વાત કરીએ જો ઓપનિંગ ડેના કલેક્શનની વાત કરવામાં આવે તો નોન-હોલિડેમાં રિલીઝ થનારી આ સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે કમાણીનો નવો રેકોર્ડ બનાવ્યો છે.
એવું જરૂરી નથી કે કોઈ ફિલ્મ તેની રિલીઝના દિવસે સૌથી વધુ કમાણી કરે, કેટલીકવાર ફિલ્મો રિલીઝ પછીના પહેલા રવિવારે સૌથી વધુ કમાણી કરે છે. પુષ્પા-2એ રિલીઝ થયા બાદ એક જ દિવસમાં સૌથી વધુ કમાણીનો રેકોર્ડ પણ બનાવ્યો છે. આ ફિલ્મે 8 ડિસેમ્બરે એક જ દિવસમાં 86 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
રિલીઝ થયા પછી એક ફિલ્મને રૂ. 250 કરોડનો આંકડો સ્પર્શવામાં અઠવાડિયા લાગે છે, પરંતુ અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની ફિલ્મે આ સિદ્ધિ માત્ર થોડા જ દિવસોમાં હાંસલ કરી લીધી હતી. પુષ્પા-2 રવિવાર સુધી રૂ. 250 કરોડના આંકને સ્પર્શી ચૂકી છે.
પુષ્પાની રિલિઝ ઘણીવાર મોકૂફ રહી છે અને નવી નવી ડેટ આવ્યા કરે છે. સામાન્ય રીતે તહેવારો કે રજાના દિવસે ફિલ્મો રિલીઝ થાય ત્યારે તેને આટલું મોટું ઓપનિંગ મળે છે, પરંતુ પુષ્પા-2 ગુરુવારે વર્કિંગ ડેના રોજ રિલિઝ થઈ છે, છતાં તેણે રેકોર્ડ બ્રેક કમાણી કરી છે.
આ મોટાભાગના રેકોર્ડ્સ હિન્દી બેલ્ટના છે. બોલીવૂડની ફિલ્મને પણ આવો પ્રતિસાદ મળતો નથી. સાઉથમાં ફિલ્મોનો અલગ ચસ્કો દર્શકોને હોય છે, પરંતુ હિન્દી બેલ્ટમાં આવો ધમાકો કરનાર પુષ્પા-2 હજુ ક્યા અને કેટલા રેકોર્ડ્સ તોડશે તે જોવાનું છે.