રામ ચરણની ગેમ ઓવર અને સોનુ સૂદની ફતેહના પણ હાલ બેહાલ કર્યા પુષ્પા-2એ
અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2 ધ રૂલ’ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. એ સમયે તો કોઇની હિંમત નહોતી કે તેની આગળ પાછળ પોતાની ફિલ્મ રિલીઝ કરે. ફિલ્મે 38 દિવસમાં બોક્સ ઓફિસ પર 1200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. હવે પુષ્પાની રિલીઝના મહિના કરતા પણ વધુ સમય બાદ દક્ષિણી સ્ટાર રામ ચરણની ‘ગેમ ઓવર’ અને સોનુ સૂદની ફિલ્મ ‘ફતેહ’ રિલીઝ કરવામાં આવી હતી. રામ ચરણની ‘ગેમ ઓવર’ સામે સોનુ સૂદની ફતેહ ટક્કર લઇ શકી નથી. સોનુ સુદની ફિલ્મ પણ ઘણી સારી છે. તેનું કામ પણ ઘણું સારું છે, પણ તેની ફિલ્મને લોકોએ જોઇએ તેટલો આવકાર આપ્યો નથી. જોકે, અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2 ધ રૂલ’ સામે તો રામ ચરણની ‘ગેમ ઓવર’ની પણ જાણે કે ગેમ ઓવર જ થઇ ગઇ છે.
‘ગેમ ચેન્જર’ એક્શન ફિલ્મ છે. સોનુ સૂદની ફિલ્મ ‘ફતેહ’ પણ એક્શન થ્રિલર છે. બંને ફિલ્મોને દર્શકો નથઈ મળી રહ્યા અને રિલીઝના ત્રીજા દિવસે જ તેમની ફિલ્મો ડચકા ખાવા લાગી હતી.
રામ ચરણની ‘ગેમ ચેન્જર’ ની વાત કરીએ તો સાઉથનો સક્સેસફૂલ સ્ટાર હોવાથી તેની ફિલ્મ પાસેથી ડિરેક્ટરની અપેક્ષા પણ વધારે જ હોવાની અને રવિવારે તો ફિલ્મ સારી કમાણી કરે એવી તો તેમની ઇચ્છા રહેવાની જ, પણ બંને ફિલ્મને ઑડિયન્સ નથી મળ્યું.
‘ગેમ ચેન્જર’ પાન ઇન્ડિયા ફિલ્મ છે, જ્યારે સોનુ સુદની ‘ફતેહ’ માત્ર હિંદી ભાષામાં રિલીઝ થઇ છે. રામ ચરણની ફિલ્મે રવિવારે તેલુગુમાંથી 8 કરોડ રૂપિયા, તમિલમાંથી 1.2 કરોડ રૂપિયા, કન્નડમાંથી 0.1 કરોડ રૂપિયા અને હિન્દીમાંથી 7.7 કરોડ રૂપિયાનો વકરો કરીને કુલ 17 કરોડ રૂપિયાનું નબળું કલેક્શન નોંધાવ્યું છે. આ સાથએ આ ફિલ્મનું ઓલ ઇન્ડિયા કલેક્શન 89.6 કરોડ રૂપિયા થયું છે. જોકે, આ ફિલ્મનું ગ્રોસ કલેક્શન 270 કરોડ રૂપિયા થયું છે, પણ વીડ એન્ડના નબળા કલેક્શનના ડેટા જોઇને લોકો તેની ગેમ ઓવર થઇ ગઇ એમ કહી રહ્યા છે. જોકે, એટલું તો આશ્વાસન છે કે રામ ચરણની ફિલ્મ 100 કરોડની ક્લબમાં એન્ટ્રી મારશે જ.
હવે આપણે વાત કરીએ ‘ફતેહ’ ની તો આ પણ એક્શન થ્રિલર ફિલ્મ છે. સોનુની એક્ટિંગ સુપર્બ છે. ફિલ્મનું ડિરેક્શન પણ તેનું જ છે. ફિલ્મની પટકથા પણ સારી છે, પણ ફિલ્મની વાર્તા ચીલાચાલુ છે. લોકોએ આ પ્રકારની વાર્તા પહેલા પણ જોઇ છે. આ ફિલ્મે પહેલા દિવસે 2.4 કરોડ રૂપિયાનો, બીજા દિવસે 2.1 કરોડ રૂપિયાનો અને ત્રીજા દિવસે એટલે કે રવિવારે 2.17 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. સોનુ સુદની ફિલ્મ માંડ માંડ પણ 10 કરોડ સુધી પહોંચી શકી નથી.
હવે આપણે વાત કરીએ અલ્લુ અર્જુનની પુષ્પા-2ની તો ફિલ્મ રિલીઝ થયાને આજે એક મહિનાની ઉપર વિતી ગયું હોવા છતાં પુષ્પાભાઉ છાતી ફુલાવીને જમીનથી અદ્ધર ચાલી રહ્યા છે. આ ફિલ્મે રવિવારે પણ 2.35 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.