38માં દિવસે પુષ્પા 2નો બોક્સ ઓફિસ પર ધમાકો: ગેમ ચેન્જર અને ફતેહ કમાલ કરી શક્યા નહી!
અલ્લુ અર્જુનની (ALU ARJUN) ફિલ્મ પુષ્પા 2 ધ રૂલ સ્ક્રીન પરથી હટવાનું નામ લઈ રહી નથી . આ ફિલ્મે બોક્સ ઓફિસ પર વર્ચસ્વ જાળવી રાખ્યું છે. આ ફિલ્મ 5 ડિસેમ્બર 2024 ના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી અને એક મહિના પછી પણ બોક્સ ઓફિસ પર પ્રભુત્વ જમાવી રહી છે. છઠ્ઠા સપ્તાહમાં પણ પુષ્પા 2 ધ રૂલની (PUSHPA 2) સફળતા બોક્સ ઓફિસ પર સતત ચાલુ છે. અલ્લુ અર્જુનની આ ફિલ્મ રિલીઝના 38 દિવસ બાદ પણ દરરોજ કરોડોની નોટો છાપી રહી છે.
પુષ્પા 2 બોક્સ ઓફિસ કલેક્શન ડે 38
અહેવાલ અનુસાર પુષ્પા 2 ધ રૂલ પાંચમા સપ્તાહમાં સ્થાનિક બોક્સ ઓફિસ (BOX OFFICE) પર રૂ1200 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ હતી. પાંચ અઠવાડિયામાં ફિલ્મે ભારતમાં કુલ રૂ1215 કરોડનો બિઝનેસ કર્યો હતો. 37માં દિવસે ફિલ્મનું કલેક્શન 1.15 કરોડ રૂપિયા થયું હતું. હવે 38મા દિવસના આંકડા સામે આવ્યા છે જેમાં ફરી એકવાર પુષ્પા 2ધ રૂલની કમાણી વધી છે.
ગેમ ચેન્જર અને ફતેહની કોઈ અસર ન થઈ
પુષ્પા 2 ધ રૂલ એ 38માં દિવસે ઘરેલુ બોક્સ ઓફિસ પર 2 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે જ ફિલ્મે ભારતમાં કુલ 1218.15 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. તમને જણાવી દઈએ કે 10 જાન્યુઆરીએ રામ ચરણની મોસ્ટ અવેટેડ ફિલ્મ ગેમ ચેન્જર (GAME CHANGER) અને સોનુ સૂદની ફતેહ (FATEH) રીલિઝ થઈ હતી. તેમ છતાં પુષ્પા 2 ધ રૂલ બોક્સ ઓફિસ પર મજબૂતાઈ દાખવી રહી છે.
Also read: ફેન્સએ કેમ કહ્યું કે Pushpa-2નો વાયરલ વીડિયો ડિલિટ કરો ?
વિશ્વભરમાં કેટલા કરોડની કમાણી કરી
સુકુમારના નિર્દેશનમાં બનેલી ફિલ્મ પુષ્પા 2 ધ રૂલ વર્ષ 2021માં રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પા 2 ધ રાઇઝની સિક્વલ છે. દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને ફિલ્મ રિલીઝ થયા બાદ દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. પુષ્પા 2 ધ રૂલ એ પણ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર 1831 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે.