Box Office: બેબીજોન ભપ્પ થઈ ગઈ, મુફાસા ધીમી પડી, પુષ્પા-2 હજુ દોડે છે
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની સુપરહીટ પુષ્પા-2 ધ રૂલને રિલિઝ થયાને 36 દિવસ થયા છે અને શેર માર્કેટના સેન્સેક્સની જેમ આ ફિલ્મનો રોજ રોજનો હિસાબ જનતા મેળવી રહી છે. બીજી બાજુ વરૂણ ધવનની બેબીજોન અને એનિમેટ્રેડ મુફાસા ધ લાયન કિંગ પુષ્પા પછી રિલિઝ થઈ હોવા છતાં બોક્સઓફિસ પર થાકી ગઈ છે. બેબીજોન તો બોક્સ ઓફિસ પર ધડામ થઈ પડી જ ગઈ છે જ્યારે મુફાસાની રફતાર પણ ધીમી થઈ ગઈ છે. Pushpa-2 The rule 4 ડિસેમ્બરથી થિયેટરમાં છે. પાંચ સપ્તાહમાં ભારતમાં રૂ. 1215 કરોડની કમાણી કરી ચૂકી છે.
Also read:પુષ્પા 2 એ બોક્સ ઓફીસ પર ત્રીજા દિવસે પણ બમ્પર કમાણી કરી, બધા રેકોર્ડ્સ ધ્વસ્ત…
16માં દિવસે બેબી જોન માત્ર રૂ. 17 લાખની કમાણી કરી શક્યું હતું. કુલ કલેક્શન રૂ. 39 કરોડ છે. જ્યારે મુફાસા 21 દિવસ બાદ ઘણી ધીમી પડી છે. 21મા દિવસે રૂ. 34 કરોડનું કલેક્શન કર્યું હતું. ફિલ્મે કુલ 125 કરોડનું કલેક્શન કર્યું છે. જોકે આ બન્ને ફિલ્મો પુષ્પાનું રાજ છીનવી શકી નથી. સુકુમારની આ ફિલ્મને ટક્કર આપવા આજે થિયેટરોમાં રામચરણની ગેમ ચેન્જર આવી રહી છે. આ સાથે રીતિક રોશનની સુપરહીટ ફિલ્મ કહો ના પ્યાર હૈ પણ રિ- રિલિઝ થઈ છે. ત્યારે આવતા અઠવાડિયે બોક્સ ઓફિસ પર પુષ્પાનું રાજ બરકરાર હશે કે નહીં તે જોવાનું રહેશે.
પુષ્પા 2 ફિલ્મનું નેટ ઈન્ડિયા કલેક્શન
સપ્તાહ 1 કલેક્શન – રૂ.725.8 કરોડ | સપ્તાહ 2 કલેક્શન – રૂ. 264.8 કરોડ |
સપ્તાહ 3 કલેક્શન – રૂ.129.5 કરોડ | સપ્તાહ 4 કલેક્શન – રૂ. 69.65 કરોડ |
5મો સપ્તાહ શુક્રવાર – રૂ.3.75 કરોડ | 5મો સપ્તાહ શનિવાર – રૂ.5.5 કરોડ |
5મો સપ્તાહ રવિવાર – રૂ.7.2 કરોડ | 5મો સપ્તાહ સોમવાર – રૂ.2.5 કરોડ |
5મો સપ્તાહ મંગળવાર – રૂ.2.15 કરોડ | 5મો સપ્તાહ બુધવાર – રૂ.2.15 કરોડ |
5મો સપ્તાહ ગુરુવાર – રૂ. 2 કરોડ | કુલ – રૂ. 1215 કરોડ |