Box office પર Pushpa 2ને અભૂતપૂર્વ પ્રતિસાદ, વિકેન્ડ પૂરું થતા આટલા કરોડની કમાણી કરી

મુંબઈ: સુકુમાર દ્વારા દિગ્દર્શિત અને અલ્લુ અર્જુન સ્ટારર મૂળ તેલુગુ ભાષાની ફિલ્મ પુષ્પા 2 ધ રુલ (Pushpa-2 The Rule) હાલ બોક્સ ઓફીસ પર છવાયેલી છે. ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો સિનેમાઘરોમાં ઉમટી રહ્યા છે. એક આહેવાલ મુજબ માત્ર ચાર દિવસમાં, આ ફિલ્મે વિશ્વભરમાંથી રૂ. 800 કરોડની કમાણી કરી છે, અને ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર, રિલીઝનું અઠવાડિયું પૂરું થતા પહેલા ફિલ્મનું કુલ કલેક્શન રૂ. 1,000 કરોડને પાર થઇ જશે.
આ રેકોર્ડ તોડ્યો:
પુષ્પા 2 ધ રુલનું હિન્દી ડબિંગ વર્ઝન પ્રોડ્યુસર્સને કમાણી કરાવી રહ્યું છે. પુષ્પા 2: ધ રૂલ ગ્લોબલ બોક્સ ઓફિસ પર ઓપનિંગ ડે સિવાયના એક દિવસમાં રૂ. 200 કરોડથી વધુની કમાણી કરનાર પ્રથમ ભારતીય બની છે. ફિલ્મે શરૂઆતના દિવસે રૂ. 282.91 કરોડ, બીજા દિવસે રૂ. 134.63 કરોડ, ત્રીજા દિવસે રૂ. 159.25 કરોડ અને ચોથા દિવસે રૂ. 204.52 કરોડની તગડી કમાણી કરી હતી.
બાહુબલીનો રેકોર્ડ તોડ્યા:
બાહુબલી: ધ બિગિનિંગ ગ્લોબલ બોક્સ ઓફિસ પર કુલ રૂ. 650 કરોડની કમાણી કરી હતી. જ્યારે પુષ્પા 2 એ ગ્લોબલ બોક્સ ઓફિસ પર રૂ. 1,000 કરોડથી વધુની કમાણી કરી લેશે. વધુમાં, ફિલ્મે પ્રભાસની 2024 બ્લોકબસ્ટર કલ્કી 2898 ADને પછાડીને આંતરરાષ્ટ્રીય બોક્સ ઓફિસ પર સૌથી મોટી ઓપનિંગ કરી હતી. એવું અનુમાન છે કે પુષ્પા 2 તેના પ્રથમ સપ્તાહના અંતે $19 મિલિયનથી વધુની કમાણી કરશે, કલ્કીના $17.75 મિલિયનના રેકોર્ડને પાછળ છોડી દેશે.
આ પણ વાંચો : Box Office: ‘પુષ્પા 2’ એ ઇતિહાસ રચ્યો, વર્લ્ડ વાઈડ આટલા કરોડનું કલેક્શન કર્યું
હિન્દી ભાષામાં રેકોર્ડ તોડ્યા:
પુષ્પા 2 ધ રુલ આ વર્ષે વીકએન્ડ પર સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ રહેશે. ભારતમાં તેના ચોથા દિવસે, ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 529.45 કરોડ થયું હતું. વધુમાં, ભારતીય બોક્સ ઓફિસ પર એક જ દિવસમાં રૂ. 80 કરોડથી વધુની કમાણી કરનાર તે પ્રથમ હિન્દી ફિલ્મ છે. એક સિનેમા ટ્રેડ પોર્ટલ અનુસાર, ફિલ્મના હિન્દી વર્ઝનએ તેના ઓપનિંગ રવિવારે 85 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.