મનોરંજન

આખરે Pushpa-2ની સ્પીડને બ્રેક લાગી ખરી, 40મા દિવસે કર્યું આટલું કલેક્શન…

છેલ્લાં એક મહિના કરતાં પણ વધારે સમયથી અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા-ટુ (Pushpa-2) બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે અને દરરોજ કમાણીના નવા નવા રેકોર્ડ તોડી રહી છે. પરંતુ આખરે 40મા દિવસે પુષ્પાની સ્પીડને બ્રેક લાગી છે અને ગયા અઠવાડિયે બોક્સ ઓફિસ કલેક્શનમાં દમદાર ઉછાળો જોવા મળ્યા બાદ હવે કમાણીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ફિલ્મે પાંચમી ડિસેમ્બરના 164.25 કરોડની શાનદાર ઓપનિંગ કલેક્શન બાદ અનેક રેકોર્ડ તોડ્યા છે. આ બધા વચ્ચે અનેક મોટી ફિલ્મો રિલીઝ થઈ જેમ કે વરુણ ધવનની બેબી જોન, હોલીવૂડની ફિલ્મ મૂફાસા પણ પુષ્પા સામે નબળી રહી હતી. પરંતુ હવે પુષ્પાનો ક્રેઝ ધીમો પડ્યો છે અને ફિલ્મના 40મા દિવસના કલેક્શન પરથી ખ્યાલ આવે છે.

પુષ્પા-ટુએ પહેલાં અઠવાડિયામાં 725.8 કરોડ, બીજા અઠવાડિયામાં 264.8 કરોડ, ત્રીજા અઠવાડિયે 129.5 કરોડ, ચોથા અઠવાડિયામાં 69.65 કરોડ અને પાંચમા અઠવાડિયામાં 25.25 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન થયું હતું. ફિલ્મે છઠ્ઠા અઠવાડિયાના પહેલાં દિવસે એટલે કે 37મા દિવસે 1.15 કરોડ રૂપિયા, 38મા દિવસે 2 કરોડ રૂપિયા, 39મા દિવસે 2.5 કરોડની કમાણી કરી હતી. 40મા દિવસની વાત કરીએ તો બપોર સુધીના આંકડાઓ અનુસાર આ ફિલ્મે 19 લાખ રૂપિયાની કમાણી કરી હતી અને એની સાથે જ ફિલ્મનું ટોટલ કલેક્શન 1220.74 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

પુષ્પા-ટુએ એક દિવસમાં અત્યાર સુધીની સૌથી ઓછી કમાણી 37મા દિવસે કરી હતી આ દિવસે ફિલ્મે 1.15 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે ફિલ્મનું આજના દિવસનું કલેક્શન જોતા એવું લાગી રહ્યું છે કે આજનું કલેક્શન એના કરતાં પણ ઓછું હશે. પુષ્પા-ટુ ભારતની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ બની ચૂકી છે. ફિલ્મે 2017માં આવેલી પ્રભાસની ફિલ્મ બાહુબલિ-ટુની હાઈએસ્ટ ગ્રોસિંગ ઈન્ડિયન મૂવીનો રેકોર્ડ તો ખૂબ જ પહેલાં તોડી નાખ્યો હતો. બાહુબલિ-ટુએ 1030.42 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને પુષ્પા-ટુ તો એના કરતાં ખાસ્સી આગળ નીકળી ગઈ છે.

આ પણ વાંચો : પુષ્પા-ટુ ની શ્રીવલ્લીનું પહેલું ઓડિશન આવું હતું…

આ ઉપરાંત અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મે હિંદીમાં પણ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મનો રેકોર્ડ પણ બનાવ્યો છે. ફિલ્મે જવાન, પઠાન. એનિમલ, ગદર-ટુ અને સ્ત્રી-ટુ જેવી તમામ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા હતા. પુષ્પા-ટુની વાત કરીએ તો તેને બનાવવામાં આશરે 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે રશ્મિકા મંદાના અને ફહાદ ફાસિલ જેવા સ્ટાર્સ લીડ રોલમાં છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button