મુઝે અંગ્રેજી સમઝ નહીં આ રહી હૈઃ પંજાબી સિંગરનો વીડિયો વાઈરલ
નવી દિલ્હીઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રાદેશિક ભાષાને બદલે અંગ્રેજી ભાષાનો વિશેષ પ્રયોગ કરવામાં આવે છે, જ્યારે કલાકારોને પણ ક્યારેક શરમના માર્યા અંગ્રેજી બોલતા-ચાલતા જોવા મળે છે, પરંતુ તાજેતરમાં જાણીતા પંજાબી સિંગરે કોઈ પણ સંકોચ વિના સ્ટેજ પર કહ્યું હતું કે મુઝે અંગ્રેજી સમઝ નહીં આ રહી હૈ અને એનો વીડિયો વાઈરલ થયા પછી લોકો અવનવી પ્રતિક્રિયા આપી હતી.
પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝ આજકાલ પોતાની ફિલ્મ ‘ચમકીલા’ના પ્રમોશનમાં ફરી રહ્યો છે. હાલ તો દિલજીત પોતાની પૂરી ટીમ સાથે એક ઈવેન્ટમાં સામેલ થયો હતો. આ ઈવેન્ટમાં ફિલ્મને લઈ ઘણી માહિતી આપવામાં આવી હતી. સ્ટેજ પર દિલજીત સાથે ફેમસ સિંગર એ. આર. રહેમાન સાથે પણ ગીતો ગાતા જોવા મળ્યો હતો.
ઈવેન્ટ ખૂબ જ જોરદાર થઈ હતી, કારણ કે પરિણીતિ ચોપ્રાએ પણ એક શાનદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. ફિલ્મના પ્રમોશન અને પોતાના ગીતોની સાથે દિલજીતે પોતાની સાદગીભર્યા જવાબોથી પણ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હતું. ખરેખર થયું હતું કે એન્કર દિલજીતના વખાણ કરતા કરતા કંઈક બોલી રહી હતી, ત્યાં જ દિલજીત તેને જોઈને માત્ર હસી રહ્યો હતો. એવામાં ફરી એન્કરે કઈ કહ્યું ને અચાનક દિલજીતે માઈક ઉઠાવીને કહ્યું હતું કે મુજે અંગ્રેજી સમજ નહીં આ રહી.
દિલજીતની આ વાત સાંભળી લોકો હસવા લાગ્યા હતા. જો કે બાદમાં દિલજીત કહે છે કે સમજ તો પડે છે પણ અંગ્રેજી રોજ બદલાતી રહે છે. આ સાંભળીને એન્કર પણ અંગ્રેજી બોલવાનું બંધ કર્યું હતું. પંજાબી સ્ટારની આ વાત પર એન્કર પણ પોતાની વાતને ફરી પંજાબીમાં કહે છે. આ ઈવેન્ટનો વધુ એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે એ આર રેહમાન સ્ટેજ પર આવે છે ત્યારે દિલજીત તેમના પગે પળીને આશિર્વાદ લે છે. આ સાથે કાર્યક્રમમાં હાજર લોકો પણ દિલજીતનું દિલ જીતી લીધું હતું.