મનોરંજન

પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત સંગીતકાર બંટી બેન્સ પર ઘાતક હુમલો સિદ્ધુ મુસેવાલા સાથે હતો ખાસ સંબંધ

ચંડીગઢઃ પંજાબની તો જાણે માઠી દશા બેઠી હોય એમ લાગે છે. એક સમયે હરિત ક્રાંતિથી સમૃદ્ધ થયેલા પંજાબમાં આજે ખાલિસ્તાનીઓ, આતંતવાદીઓ, ડ્રગ્સનું દુષણ પેસી ગયું છએ. એ ઉપરાંત ખેડૂતોનું આંદોલન લોકોને શાંતિથી રહેવા નથી દેતું. આટલું ઓછું હોય તેમ આજે ફરી પંજાબમાંથી બૂરા સમાચાર જાણવા મળ્યા છે.

પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત સંગીતકાર અને નિર્માતા બંટી બેન્સ પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો છે. તેમના પર આ હુમલો પંજાબના મોહાલીમાં સેક્ટર-79માં થયો હતો. સદનસીબે આ હુમલામાં તેઓ બાલ બાલ બચી ગયા છે. બંટી બેન્સનું સિદ્ધુ મુઝવાલા સાથે ખાસ જોડાણ છે.

અજાણ્યા હુમલાખોરોએ બેન્સ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં તેઓ કોઈ પણ ઈજા વિના બચી ગયા હતા. તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે હુમલા બાદ તેમને ધમકીભર્યો ફોન આવ્યો હતો જેમાં 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી અને જો આ માગ પૂરી કરવામાં નહીં આવે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તેણે જણાવ્યું કે આ કોલ મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર લકી પટિયાલના નામે કરવામાં આવ્યો હતો.


લકી પટિયાલ કેનેડામાં રહે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે લોરેન્સ બિશ્નોઇ ગેંગનું નેતૃત્વ કરે છે અને સમગ્ર પંજાબમાં વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ છે.

દિવંગત સિદ્ધુ મુઝવાલા સહિત અનેક જાણીતા પંજાબી ગાયકોની કારકિર્દીને આકાર આપવાનો શ્રેય બેન્સને આપવામાં આવે છે. તેણે સિદ્ધુ મુસેવાલાના ઘણા ગીતો કમ્પોઝ કર્યા અને પ્રોડ્યુસ કર્યા હતા. જ્યારે મુઝવાલા જીવતો હતી ત્યારે બેન્સની કંપની તેની બાબતોનું સંચાલન કરતી હતી. સિદ્ધુ મુસેવાલાની વર્ષ 2022માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે હત્યાની જવાબદારી લીધી હતી પોલીસે જણાવ્યું હતું કે સંગીતકાર બંટી બેન્સ પર થયેલા ગોળીબારની તપાસ ચાલુ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…