પંજાબી કુડીએ આ કારણસર ઈન્ટરનેટ પર લગાવી આગ

મુંબઈઃ સોશિયલ મીડિયા પર તાજેતરમાં સોનમ બાજવા ચર્ચામાં છે. પંજાબી કુડી સોનમ બાજવા પોતાની બોલ્ડ અને ગ્લેમર અંદાજને લઈને લાઈમલાઈટમાં રહેતી હોય છે, પરંતુ તાજેતરમાં તેની ખૂબસુરતીનું રહસ્ય જોવા મળ્યું હતું. સોનમ બાજવાએ તાજેતરમાં ફોટો સાથે પોતાની હેલ્ધી ફૂડની બંધાણી હોવાનું જણાવ્યું હતું. સોનમે સોયાબીનનો પુલાવ ખાતી જોવા મળી હતી, જે ન્યુટ્રીશિયનથી ભરપુર છે. સોનમના ફૂડના રહસ્યથી સૌકોઈ વાકેફ થઈ ગયા છે, પરંતુ તેની બોલ્ડ અદાને લઈને ચર્ચામાં રહે છે.

તાજેતરમાં તેની લેટેસ્ટ પોસ્ટે ઈન્ટરનેટ પર જોરદાર વાઈરલ થઈ રહી છે, જેમાં તેના મોર્નિંગ બોલ્ડ અંદાજની લોકોએ નોંધ લીધી છે. એક કરતા અનેક તસવીરો પોસ્ટ કરીને લોકોનું દિલ જીતી લીધું છે સોનમે.

મોર્નિંગ મૂડમાં સોનમ બાજવાએ પોતાના બ્રેકફાસ્ટના ફોટો પણ શેર કર્યા છે. બ્લુ કલરના ડ્રેસમાં કર્વી ફિગરને જોઈ લોકો મોહી પડ્યા છે. હંમેશાં સોનમ બાજવા બોલ્ડ અવતારમાં ફોટોશૂટ કરાવે છે, જ્યારે તેની લોકો નોંધ પણ લેતા હોય છે. વાઈરલ થયેલા ફોટોગ્રાફમાં તેને કેપ્શનમાં હે સિવાય કંઈ લખ્યું પણ નથી.

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા બ્લુ ડ્રેસના ફોટોગ્રાફ પણ જોરદાર વાઈરલ થયા છે, જેમાં લાખો લોકોએ લાઈક કરવાની સાથે હજારો લોકોએ કમેન્ટ પણ કરી છે.

તમારી જાણ ખાતર જણાવી દઈએ તો સોનમે પંજાબી ફિલ્મોમાં ઘણું કામ કર્યું છે, જેમ કે બેસ્ટ ઓફ લક, કેરી ઓન જાટ-ટૂ. આ ઉપરાંત, આગામી દિવસોમાં દિલજિત દોશાંજ અને શહેનાઝ ગિલની ફિલ્મ રાના છ ધન્નામાં સોનમ જોવા મળશે.