Viral Video: અલ્લુ અર્જુનના ઘરે તોડફોડ, પ્રદર્શન સાથે લોકોએ કર્યાં સૂત્રોચ્યાર
હૈદરાબાદઃ ઓસ્માનિયા યુનિવર્સિટી જોઈન્ટ એક્શન કમિટી (ઓયુ-જેએસી) જૂથ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતા લોકોના એક જૂથે અલ્લુ અર્જુનના નિવાસસ્થાન પર હુમલો કર્યો હતો. અને તેના ઘરે ટામેટાં ફેંકવામાં આવ્યા હતા. ટામેટાં ફેંકવાને કારણે તેમના નિવાસસ્થાનના ફૂલછોડના કુંડાને નુકસાન થયું છે. આ વિરોધ પ્રદર્શનને કારણે પરિસરમાં નાસભાગ મચી ગઈ હતી.
આ પણ વાંચો: અલ્લુ અર્જુનની મુશ્કેલી વધી શકે છે! નાસભાગમાં ઈજાગ્રસ્ત બાળકના સ્વાસ્થ્ય અંગે મોટું અપડેટ
આ જૂથે પીડિત રેવતીના પરિવાર માટે ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન તેઓએ ઘર પર ટામેટાં ફેંકવાનું ચાલુ રાખ્યું અને અલ્લુ અર્જુનના અંગત સ્ટાફને રોક્યા હતા. આ સિવાય પોલીસના જણાવ્યા અનુસાર હુમલા દરમિયાન પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. તોડફોડ અને વિરોધ પ્રદર્શન સાથેના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચારના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકોએ ઘટનાને વખોડી હતી.
આ ઘટના અંગે માહિતી આપતા જ્યુબિલી હિલ્સ પોલીસે જણાવ્યું કે ઓસ્માનિયા યુનિવર્સિટી જોઈન્ટ એક્શન કમિટીના છ સભ્યોએ અભિનેતા અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો કર્યો. તેઓએ પ્લેકાર્ડ લઈને વિરોધ કર્યો હતો. જોકે, અમને અલ્લુ અર્જુનના પરિવાર તરફથી કોઈ ફરિયાદ મળી નથી.
આ પણ વાંચો: જેલમાંથી છૂટ્યા બાદ અલ્લુ અર્જુને માફી માંગી અલ્લુ અર્જુને, કહ્યું કે…
તમને જણાવી દઈએ કે આ ઘટનાના થોડા સમય પહેલા અભિનેતા અલ્લુ અર્જુને રવિવાર પેન ઈન્ડિયા સ્ટાર પર ચાહકોને વિનંતી કરી હતી કે તેઓ ઓફલાઈન અથવા ઓનલાઈન કોઈ પણ પ્રકારની અભદ્ર ભાષાનો ઉપયોગ ન કરે.
તેણે એમ પણ લખ્યું છે કે ડિસ્પ્લે પર તેની તસવીર સાથે ખરાબ વર્તન કરનારા લોકોને પરિણામ ભોગવવા પડશે. તેણે નકલી આઈડીનો ઉપયોગ કરનારા લોકોને પણ ચેતવણી આપી હતી અને જવાબદારી પૂર્વક વર્તન કરવા સલાહ આપી હતી.
૪ ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા-૨ના પ્રીમિયર દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. જેમાં એક મહિલાનું મોત થયું હતું અને તેના પુત્રને આઈસીયુમાં દાખલ કરવો પડ્યો હતો. ૧૩ ડિસેમ્બરે આ કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ બાદ નીચલી કોર્ટે તેને ૧૪ દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો ચુકાદો આપ્યો હતો.
આમ છતાં આ કેસમાં તેલંગણા હાઈ કોર્ટે અલ્લુને ૪ અઠવાડિયાના વચગાળાના જામીન પર મુક્ત કર્યો હતો. અભિનેતાના પિતા અલ્લુ અરવિંદ અને પુષ્પા ૨ના નિર્દેશક સુકુમાર બંને ગયા અઠવાડિયે પીડિતાના બાળકને મળ્યા હતા.