મનોરંજન

‘સ્ત્રી 2’ના નિર્માતાઓએ ‘સ્ત્રી 3’, ‘ભેડિયા 2’ અને ‘મહા મુંજ્યા’ સહિતની રિલીઝ ડેટ થઇ જાહેર

2024માં ‘સ્ત્રી 2’ અને ‘મુંજ્યા’ ફિલ્મ દર્શકોના દિલ જીતવામાં સફળ રહી હતી અને દર્શકો તેની સિક્વલની રાહ જોઇ રહ્યા છે. હવે આ ફિલ્મોના નિર્માતા દિનેશ વિજનની મેડૉક ફિલ્મ્સે તેમના બ્લોકબસ્ટર પ્રોજેક્ટ્સની સિક્વલની જાહેરાત કરી છે. તેમણે 2025 બ્લોકબસ્ટર સ્ત્રી 3, ભેડિયા 2 થી મહા મુંજ્યાની રિલીઝ તારીખો જાહેર કરી છે. આટલું જ નહીં નિર્માતાઓએ 2028 સુધીની તેમની ફિલ્મોની રિલીઝ ડેટની જાહેરાત કરી દીધી છે, જેણે ચાહકોના ઉત્સાહમાં વધારો કર્યો છે. આગામી ફિલ્મોની યાદીમાં આયુષ્માન ખુરાનાની થમા, શક્તિ શાલિની, ચામુંડા જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

નિર્માતાઓએ જે આઠ ફિલ્મની જાહેરાત કરી છે, તેમાં થમા (દિવાળી 2025), શક્તિ શાલિની (31 ડિસેમ્બર 2025), ભેડિયા 2 (14 ઓગસ્ટ 2026), ચામુંડા (4 ડિસેમ્બર 2026), સ્ત્રી 3 (13 ઓગસ્ટ 2027), મહા મુંજ્યા (24 ડિસેમ્બર 2027), પહલા મહા યુદ્ધ (11 ઓગસ્ટ 2028), દૂસરા મહા યુદ્ધ (18 ઓક્ટોબર 2028, દીવાળી)નો સમાવેશ થાય છે.

દિનેશ વિજનની આ જાહેરાત બાદ લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ ફિલ્મોની રિલીઝની જાહેરાત કરતા નિર્માતા દિનેશ વિજને જણાવ્યું હતું કે, ‘મેડૉકમાં અમારું મિશન હંમેશા કંઈક નવું કરવાનું અને મનોરંજન કરવાનું રહ્યું છે. અમે આકર્ષક પાત્રો બનાવ્યા છે જે પ્રેક્ષકોને આકર્ષે છે અને તે ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ પર આધારિત છે. આ ઊંડા જોડાણે અમારી વાર્તાઓને પણ અર્થપૂર્ણ બનાવી છે.

આ પણ વાંચો…વર્ષના પહેલા દિવસે સારા અલી ખાન કોની સાથે ગઈ હતી ડિનર પર?

‘થામા’માં આયુષ્માન ખુરાના, રશ્મિકા મંદન્ના, નવાઝુદ્દીન સિદ્દીકી, અપારશક્તિ ખુરાના, પરેશ રાવલ જેવા કલાકારો જોવા મળશે. ‘શક્તિ શાલિની, પહલા મહા યુદ્ધ, દૂસરા મહા યુદ્ધ વિશે કોઇ ખાસ માહિતી મળી નથી. ભેડિયા-2માં વરૂણ ધવન જોવા મળશે.

તો આગામી સમયમાં હાસ્ય, હોરર, રોમાંચ અને ચીસ-પોકારની સવારી માટે તૈયાર રહેજો!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button