વધશે આ Bollywood Actressની મુશ્કેલીઓ, જો આરોપ પુરવાર થયો તો…
મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા (Bollywood Actress Shilpa Shetty And Raj Kundra)ની મુશ્કેલીઓનો અંત આવતો દેખાઈ નથી રહ્યો. હવે આ કપલ સામે એક વેપારીએ લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ બીકેસી પોલીસ સ્ટેશન (BKC Police Station)માં ફરિયાદ નોંધાવી છે. સેશન્સ કોર્ટ (Session Court)એ પણ આ મામલે વધુ તપાસ હાથ ધરવાનો આદેશ આપ્યો છે, જેને કારણે એક્ટ્રેસ અને તેના પતિની મુશ્કેલીઓ વધી ગઈ છે.
બીકેસી પોલીસ સ્ટેશનમાં એક વેપારીએ એક્ટ્રસ શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુંદ્રાની સામે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે, જેને કારણે સેશન્સ કોર્ટે તપાસનો આદેશ આપ્યો છે. ફરિયાદી પૃથ્વીરાજ કોઠારીની ફરિયાદમાં થોડું તથ્ય હોઈ આ બાબતે તપાસ થવી જોઈએ. કોર્ટે એવું પણ જણાવ્યું હતું કે જો આરોપ સિદ્ધ થાય તો આઈપીસીની સંબંધિત કલક હેઠળ એફઆઈઆર નોંધવાનો આદેશ પણ આપ્યો છે. સેશન્સ કોર્ટના જજ એનપી મહેતાએ પોલીસને આ આદેશ આપ્યા હતા.
આ પણ વાંચો : શું ઉર્ફી જાવેદ સાથે લગ્ન કરશે ઓરી! બધા સામે કિસ કરી કબૂલી દિલની વાત
કોઠારીના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા સતયુગ ગોલ્ડ પ્રાઈવેટ લિમિટેડના સંસ્થાપક છે અને 2014માં તેમણે એક યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ રોકાણ કરનારને રોકાણની મુદ્દત પૂરી થયા બાદ અમુક ચોક્કસ રતનું સોનું આપવાની ખાતરી આપવામાં આવી હતી. કોઠારીએ પણ આ સ્કીમ હેઠળ 90 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને 2019માં તેની મુદ્દત પૂરી થતાં તેને 5000 ગ્રામ સોનું આપવાનું આશ્વાસન આપ્યું હતું. પરંતુ આજ દિન સુધી કોઠારીને તેનું સોનું નથી મળ્યું.
2020માં શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા (Shilpa Shetty And Raj Kundra)એ કોઠારીને 90,00,000 રૂપિયાનો પોસ્ટ ડેટેડ ચેક આપ્યો હતો, પરંતુ એ તો આ સ્કીમમાં રોકાયેલી મૂળ રકમ હતી. પરિણામે કોઠારીએ શિલ્પા અને રાજ કુંદ્રાએ તેમની સાથે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કર્યો છે.