આ કારણે Priyanka-Nickએ છોડ્યો 166 કરોડનો Bungalow…

Global Star Priyanka Chopra-Nick Jonas સાથે અમેરિકાના લોસ એન્જલસ ખાતે આવેલા પોતાના ડ્રીમ હાઉસમાં રહે છે, પણ હવે આ ડ્રીમ હાઉસ જ પ્રિયંકા અને નિક જીજુએ છોડવું પડ્યું છે. ડ્રીમ હાઉસ છોડતાં પહેલાં આ ક્યુટ કપલે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને આખરે તેમણે આ ઘર છોડી દેવાનો નિર્ણય લીધો હતો. એટલું જ નહીં પીસી અને નિકે તેમને આ ઘર વેચનાર પ્રોપર્ટી ડિલર પર કેસ પણ ઠોકી દીધો છે.
હવે તમને થશે કે આખરે પીસી અને નિકે કેમ પોતાનું ડ્રીમ હાઉસ છોડવું પડ્યું તો તમારી જાણ માટે નિક અને પીસીએ પોતાનું ડ્રીમ હાઉસ છોડવું પડ્યું કારણ કે આ ઘરમાં ભેજ (લીકેજ)ની સમસ્યા હતી. પ્રોપર્ટીમાં વોટર ડેમેજને કારણે આ કપલને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આને કારણે પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર અસર થઈ હોત એથી કપલે આ ઘર છોડવાનો નિર્ણય લીધો હતો.
રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો 2019માં પીસી અને નિકે 20 મિલિયન ડોલર એટલે કે 166 કરોડ રૂપિયામાં આ ઘર ખરીદ્યું હતું. કપલે તેમને આ પ્રોપર્ટી વેચનાર પ્રોપર્ટી ડિલર પર પણ કેસ ફાઈલ કર્યો છે. આ બંગલમાં સાત બેડરૂમ, નવ બાથરૂમટ, ટેમ્પરેચર કન્ટ્રોલ વાઈન સેલર, શેફ કિચન, હોમ થિયેટર, બોલિંગ એલી, સ્પા અને સ્ટીમ શાવર, જિમ અને બિલિયર્ડ રૂમનો સમાવેશ થાય છે. 2023માં ઘર વેચીને આ કપલે સેલર પર કેસ કર્યો હતો.
કપલે દાવો કર્યો છે કે તેમને રિપેયરિંગના પૈસા પાછા મળવા જોઈએ. આ સિવાય તેમને જે નુકસાન થયું છે એની ભરપાઈના પૈસા પણ તેમને મળવા જોઈએ. એવું પણ કહેવાઈ રહ્યું છે કે પ્રોપર્ટીને રિપેયર કરાવવાનો ખર્ચ 1.5 મિલિયન ડોલર એટલે રે 2.5 મિલિયન ડોલર એટલે કે 13થી 20 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.