પ્રિયંકા ચોપરાની બહેન બની કેજરીવાલની પુત્રવધુ
જયપુરઃ બોલીવુડમાં આજકાલ લગ્નની સિઝન ચાલી રહી હોય એમ લાગી રહ્યું છે. ગયા મહિને રકુલ પ્રીત સિંહ જેકી ભગનાની સાથે લગ્નના પારણે બંધાઈ હતી. જ્યારે હાલમાં કૃતિ ખરબંદા અને સમ્રાટ લગ્ન કરી રહ્યા છે. હાલમાં તાપસી પન્નુના લગ્નની પણ જોરદાર ચર્ચા ચાલી રહી છે. આ બધાની વચ્ચે એવા સમાચાર આવ્યા છે કે પ્રિયંકા ચોપડાની પિતરાઇ બહેન અને અભિનેત્રી મીરા ચોપરાએ પણ લગ્ન કરી લીધા છે. મીરા ચોપરા કેજરીવાલ પરિવારની પુત્રવધુ બની છે. 40 વર્ષની મીરા ચોપરાએ હાલમાં જયપુરમાં ઉદ્યોગપતિ રક્ષિત કેજરીવાલ સાથે લગ્ન કર્યા હતા એના લગ્નની તસવીરો પણ instagram ઉપર શેર કરી છે. મીરા ચોપરા લાલ રંગના લગ્નના સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. રક્ષિતે વાઇટ કલરની શેરવાની પહેરી હતી.
મીરા ચોપરા સુદેશ અને નીલમ ચોપરાની દીકરી છે અને પ્રિયંકા ચોપરા તથા પરિણીતી ચોપરાની પિતરાઇ બહેન છે. મીરા અને રક્ષિતના લગ્ન જયપુરના બુએના વિસ્ટા લક્ઝરી ગાર્ડન સ્પા રિસોર્ટમાં કરવામાં આવ્યા હતા લગ્નના સમારોહમાં બંનેના પરિવારજનો ઉપરાંત ફિલ્મ જગતની કેટલી નામી હસ્તીઓએ પણ હાજરી આપી હતી.
મીરાએ ફોટાને કેપ્શન આપ્યું છે કે આપણે સુખ, ઝઘડા, ખુશી, દુઃખ અને જીવનભરની યાદોમાં કાયમ સાથે રહીશું.
મીરા ચોપરાનો પતિ રક્ષિત કેજરીવાલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તે દિલ્હીમાં રહે છે. તેમણે કોલમ્બિયા એજ્યુકેશન યુનિવર્સિટીમાંથી ફાઇનાન્સ અને સ્ટ્રેટેજી વિષયમાં MBA કર્યું છે .વર્ષ 2015માં રક્ષિતે SLAY કોફી નામની કંપની ખોલી હતી અને તેઓ આ કંપનીનો સ્થાપક છે. તેમને આબોહવા અને શિક્ષણ સંબંધિત વિષયોમાં ઘણો રસ છે.
મળતી માહિતી મુજબ કઝીનના લગ્નમાં પ્રિયંકા ચોપરા હાજરી આપી સકી નહતી, પણ તેણે લગ્નના એકાદ દિવસ બાદ સોશિયલ મીડિયા પર સુંદર પોસ્ટ લખીને મીરાને અભિનંદન આપ્યા હતા અને ટૂંક સમયમાં આવીને મળવાનું પણ વચન આપ્યું હતું.