અચાનક જ કેમ Priyanka Chopra સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગી? કારણ જાણીને ચોંકી ઉઠશો…

બોલીવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપ્રા બોલિવૂડ બાદ હવે હોલીવૂડમાં પણ પોતાની એક્ટિંગથી લોકોને ઘેલુ લગાવી રહી રહી છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે હાલમાં જ અચાનક સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપ્રા અચાનક ટ્રેન્ડ કરવા લાગી હતી. સોશિયલ મીડિયા પર યુઝર્સ પ્રિયંકા ચોપ્રા હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. નેટિઝન્સ પીસીના વીડિયો અને ફોટો શેર કરીને તેના વખાણ કરતાં નથી થાકી રહ્યા.
છેલ્લાં કેટલાક સમયથી પીસી માત્ર ફેમિલી વેકેશન અને ફંક્શનના કારણે જ ચર્ચામાં આવતી હતી. હવે અચાનક જ પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર સનસની મચાવી રહી છે. ચાલો આખરે જાણીએ કે આ બધું કયા કારણે થઈ રહ્યું છે-
આપણ વાંચો: પ્રિયંકા ચોપડાએ 835 કરોડના બજેટની આ ફિલ્મને નકારી?
વાત જાણે એમ છે પ્રિયંકા ચોપ્રા લંડનના રસ્તા પર ડાન્સ કરતી જોવા મળી હતી અને વીડિયોમાં પીસીના પતિ નિક જોનાસ પણ તેને સપોર્ટ કરતો જોવા મળી રહ્યો છે. આ બધું થયું પીસીની લેટેસ્ટ ફિલ્મ હેડ્સ ઓફ સ્ટેટને કારણે. આ વીડિયો નેટિઝન્સને એટલો પસંદ આવ્યો કે તેના પર કમેન્ટ કરી રહ્યા છે. જોત-જોતામાં આ વીડિયોને બે મિલિયનથી પણ વધુ લાઈક મળી ચૂક્યા છે.
હોલીવૂડની ફિલ્મોમાં અનેક વખત એવું થાય છે કે કોઈ દેસી સ્ટારને રોલ આપવામાં આવે અને તે આટલો બધો પ્રોમિસિંગ હોય જેટલો આ ફિલ્મમાં પીસીનો રોલ ઈમ્પોર્ટન્ટ છે.
ફિલ્મમાં હોલીવૂડના મોટા એક્ટર ઈદરિસ એલ્બા અને મોટા સ્ટાર જ્હોન સીના પણ છે. તેમ છતાં ફિલ્મમાં પીસીનો રોલ અને સ્ક્રીન એમના જેટલો જ છે. ફિલ્મમાં પીસી બંનેને બચાવતી જોવા મળી છે. લોકોને તેનું આ કામ એટલું પસંદ આવ્યું કે હવે બધા તેના ફોટો શેર કરી રહ્યા છે અને તેના વખાણ કરી રહ્યા છે.

આપણ વાંચો: પ્રિયંકા ચોપરા કોની સાથે ઘૂમી લંડનની શેરીઓમાં, જુઓ રોમેન્ટિક તસવીરો…
એક યુઝરે પીસીના વખાણ કરતાં લખ્યું હતું કે આ કોઈ હાઈપ વિશે નથી, ઈતિહાસ વિશે છે. પીસી જે દરેક રોલ સાથે પોતાના માટે એક નવો રસ્તો બનાવી રહી છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે પીસીને સૌથી ધાંસુ હોલીવૂડ સીનમાંથી એક આપવામાં આવ્યો છે. આ સાથે યુઝરે વીડિયો પણ શેર કર્યો છે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે કન્ફર્મ થઈ ગયું કે તેનો જન્મ રાજ કરવા માટે જ થયો છે…
વાત કરીએ પીસીના વર્ક ફ્રન્ટની તો તે સાઉથની ફિલ્મ એસએસએમબી29માં જોવા મળશે. આ સાઉથ ડિરેક્ટર એસ એસ રાજામૌલી ડિરેક્ટર કરશે અને આ ફિલ્મમાં તેની સાથે મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન જેવા સ્ટાર્સ પણ જોવા મળશે.