દુર્ગાપૂજામાં સિતારાઓનો મેળોઃ એકદમ સિમ્પલ લૂકમાં આવેલી પ્રિયંકા ચોપરાએ બધાનું ધ્યાન ખેંચ્યુ

ગુજરાતની નવરાત્રીની જેમ પશ્ચિમ બંગાળની દુર્ગાપૂજા પણ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. મુંબઈમાં ઘણા બંગાળીઓ રહે છે અને તેમાંથી ઘણાએ બોલીવૂડમાં નામ કમાયું છે. તનુજા મુખર્જીનો પરિવાર પણ આમાનો એક છે, જેઓ દર વખતે દુર્ગાપૂજાનું આયોજન કરે છે. આ વખતે પણ થયેલા આયોજનમાં બોલીવૂડના સિતારા ઉમટી પડ્યા હતા.

Jaya Bachhan અને કાજોલનો પ્રેમભર્યો વાર્તાલાપ ભારે વાયરલ થયો ત્યારે હવે પ્રિયંકા ચોપરાનો લૂક લોકોની નજરે ચડ્યો છે. પ્રિયંકા 28 સપ્ટેમ્બરે મુંબઈ એરપોર્ટ પર દેખાઈ હતી. બે ચાર દિવસ માટે તે મુંબઈમાં હોવાનું જાણવા મળ્યું છે. પ્રિયંકા દુર્ગાપૂજા પંડાલમાં આવી હતી. સાવ જ સાદો એવો રિંગણી કલરનો સલવાર સ્યૂટ અને દુપટ્ટા સાથે આવેલી પ્રિયંકા સૌને ગમી ગઈ હતી. એકદમ મિનિમલ મેકઅપ અને મોટા ઈયરિંગ્સ સાથે આવેલી પ્રિયંકા દર્શન કરવા ગઈ ત્યાર માથે પલ્લુ લીધો હતો અને તેણે સિંદૂર પણ લગાવ્યો હતો. નેટ યુઝર્સ આ બધુ જોઈ પ્રિયંકાના વખાણ કરી રહ્યા છે. વિદેશમાં રહી હોવા છતા તે ભારતીય પરંપરા નથી ભૂલી તેમ કહી લોકો તેને લાઈક કરી રહ્યા છે.
હવે વાત કરીએ પ્રિયંકાના સ્યૂટની કિંમતની તો આ વાત તમારા મગજમાં બેસશે નહીં. બની શકે આ પ્રકારનો સાદો સીધો સ્યૂટ તમારી પાસે પણ હોય અને તેની કિંમત રૂ. 1000થી 1,500 સુધીની હોય, પરંતુ પ્રિયંકાના સ્યૂટની કિંમત 32,000 હોવાનું જાણવા મળ્યું છે. આ સ્યૂટ બ્રાન્ડ સોબારિકોનો છે. તેમની સાઈટ પર આપેલી સ્યૂટની કિંમત જોઈને આપણને ચક્કર આવી જાય તેમ છે. પ્રિયંકા એસએસ રાજમૌલીની ફિલ્મથી બોલીવૂડમાં ફરી એન્ટ્રી મારી રહી છે. પ્રિયંકાએ નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે અને માલતી મેરી નામની તેને એક ક્યૂટ દીકરી પણ છે.
આપણ વાંચો: વરૂણ ધવનની ભાવના જોવાને બદલે યુઝર્સે તેને આ કારણે કર્યો ટ્રોલ