રાઘવ ચઢ્ઢાના બર્થડે પર ખાસ અંદાજમાં વિશ કર્યું પ્રિયંકા ચોપ્રાએ, પોસ્ટ થઈ ગઈ વાઈરલ…

બોલીવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપ્રાના પતિ અને આપના નેતા રાઘવ ચઢ્ઢા આજે 11મી નવેમ્બરના પોતાનો 37મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. આ સમયે પરિણીતી ચોપ્રાએ સોશિયલ મીડિયા પર ખૂબ જ ખાસ પોસ્ટ શેર કરી છે અને હવે સાલી સાહેબા અને બી-ટાઉનની દેસી ગર્લ એક્ટ્રેસ પ્રિયંકા ચોપ્રાએ પણ જીજુ રાઘવને ખાસ અંદાજમાં બર્થડે વિશ કર્યું છે. પીસીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે. આવો જોઈએ પ્રિયંકાએ શું લખ્યું છે પોતાની પોસ્ટમાં…
પ્રિયંકા ચોપ્રાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી શેર કરી છે. પીસીએ સ્ટોરી પર રાઘવનો એક ક્યુટ ફોટો શેર કર્યો છે. આ ફોટો પરિણીતી અને રાઘવ ચઢ્ઢાની સગાઈ સમયનો છે. આ ફોટોમાં પીસી રાઘવ જીજુને તિલક લગાવતી જોવા મળે છે. આ ફોટો સાથે ખાસ મેસેજ લખતાં તેણે લખ્યું હતું કે હેપ્પી બર્થડે રાઘવ… તારું વર્ષ ખુશીઓ, હેપ્પી અને લિટલ વન સાથે એડવેન્ચરથી ભરપૂર હોય.

આપણ વાચો: Parineeti Chopraના બર્થડે પર રોમેન્ટિક અંદાજમાં વિશ કર્યું પતિ રાઘવ ચઢ્ઢાએ…
પ્રિયંકાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહી છે. ફેન્સ પણ આ પોસ્ટ પર લાઈક અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે. અહીંયા તમારી જાણ માટે કે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપ્રાએ 24મી સપ્ટેમ્બર 2023ના રાજસ્થાનના ઉદયપુર ખાતે લીલા પેલેસમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં બોલીવૂડ સેલેબ્સથી લઈને રાજકારણીઓ પણ સામેલ થયા હતા.
વાત કરીએ પરિણીતી ચોપ્રાની તો પરીએ પતિને બર્થડે વિશ કરતાં ઘણા બધા રોમેન્ટિક ફોટો શેર કર્યા છે. આ ફોટોની કેપ્શનમાં પરીએ લખ્યું હતું કે તું મારી પ્રેરણા, ગર્વ અને મારી તાકાત છે. તું શાનદાર વ્યક્તિ છે. હું ભગવાનને હંમેશા પૂછું છું કે મેં એવું તે શું કર્યું કે તું મને મળ્યો? જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા… હું તારા વગર નહીં જીવી શકું…
આપણ વાચો: Raghav Chaddhaને Parineeti Chopraએ કેમ કહ્યું You Are A Star?
અત્રે ઉલ્લેખનીય છે કે પરિણીતી ચોપ્રા અને રાઘવ ચઢ્ઢાએ હાલમાં જ પ્રેગ્નન્સી એનાઉન્સ કરી હતી અને પીસીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં રાઘવ પરિણીતી ચોપ્રાના બેબી બંપને કિસ કરતો જોવા મળે છે.



