મનોરંજન

કુંભમેળાને બદલે પ્રિયંકા ચોપરા કોની ભક્તિમાં લીન થઈ?

વિદેશમાં રહેવા છતાં પણ દેશી ગર્લ પ્રિયંકા ચોપરા તેના ભારતીય મૂળ સાથે જોડાયેલી રહી છે. તે હજુ પણ ભારતીય પરંપરાને અનુસરતી જોવા મળે છે. ભારતીય તહેવારોની ઉજવણી હોય, પૂજા અર્ચના હોય, ભારતીય દેખાવ હોય કે પછી પુત્રી માલતીની વાત હોય, પ્રિયંકા ચોપરાની દરેક વાતમાં ભારતીયતાનો તડકો જોવા મળે છે અને તેથી જ કદાચ તેને દેશી ગર્લ કહેવામાં આવે છે. પ્રિયંકા ચોપરા હાલમાં ભારતમાં છે અને તે તાજેતરમાં બાલાજીના દર્શન કરવા હૈદરાબાદના ચીલકુર બાલાજી મંદિરે પહોંચી હતી. તેણે બાલાજીની પૂજા કરી હતી અને દર્શન કરીને આશીર્વાદ પણ લીધા હતા.

પ્રિયંકાએ આ મંદિરની તસવીરોને સોશિયલ મીડિયા પર શેર પણ કરી હતી જે વાયરલ થઈ રહી છે. પ્રિયંકા સંપૂર્ણ ભારતીય લુકમાં મંદિરે પહોંચી હતી. તેણે આછા વાદળી રંગનો સૂટ પહેર્યો હતો. કપાળ પર તિલક, માથા પર દુપટ્ટો, ગળામાં મંદિરની ચુંદરીમાં પ્રિયંકા ભક્તિમાં મગ્ન દેખાતી હતી. પ્રિયંકાએ મંદિરની અંદરની ઝલક પણ શેર કરી છે. પ્રિયંકાએ સુપર સ્ટાર રામચરણની પત્ની ઉપાસનાનો પણ આભાર માન્યો છે, તેથી એમ લાગે છે કે પ્રિયંકાને બાલાજીના મંદિરે દર્શન કરાવવામાં ઉપાસનાનો મોટો હાથ છે.

ઉપાસનાએ પણ પ્રિયંકાની કમેન્ટનો જવાબ આપતા લખ્યું હતું કે આપની નવી ફિલ્મ માટે શુભકામના. ભગવાન વેંક્ટેશ્વર તમને ભરપૂર આશિર્વાદ આપે.પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર તેના કેપ્શનમાં લખ્યું હતું કે શ્રી બાલાજીના આશીર્વાદ સાથે જીવનનો એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. બધાના હૃદયમાં શાંતિ, સમૃદ્ધિ રહે. ભગવાનના આશીર્વાદ રહે. ઓમ નમો નારાયણ

Also read:પ્રિયંકા ચોપરાની બહેન બની કેજરીવાલની પુત્રવધુ

હકીકતમાં પહેલા એવા સમાચાર આવ્યા હતા કે હાલમાં જે મહાકુંભ ચાલી રહ્યો છે તેમાં ત્રિવેણી સંગમમાં આસ્થાની ડબકી લગાવવા માટે પ્રિયંકા ચોપરા ભારત આવી છે, પરંતુ અભિનેત્રી હૈદરાબાદના બાલાજી મંદિર પહોંચી ગઈ હતી. એવા અહેવાલો જાણવા મળ્યા છે કે અભિનેત્રી તેની આગામી ફિલ્મમાં બાહુબલી અને RRR ફેમ ફિલ્મ નિર્માતા એસ એસ રાજામૌલી સાથે કામ કરવાની છે. આ ફિલ્મ તેલુગુમાં બની રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button