પ્રિયંકા ચોપરાએ લંડનની કડકડતી ઠંડીમાં કર્યું શૂટ, તસવીરો ખુશીથી શેર કરી…
લંડનઃ જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા-જોનાસ અત્યારે પોતાની ફિલ્મના શૂટિંગ માટે લંડનમાં છે. તેણે વરસાદમાં શૂટિંગ દરમિયાનની ઘણી તસવીરો અને ક્લિપ્સ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. પહેલી તસ્વીર લોહીથી લથપથ હોલની છે. પ્રિયંકા સવાલ કર્યો હતો કે તમને શું લાગે છે કે સિટાડેલ-૨ના આ એપિસોડમાં શું થઈ રહ્યું છે?
આ પણ વાંચો : Nita Ambani આઈપીએલ ઓક્શનમાં વ્યસ્ત, પીઠપાછળ આવી હરકત કરી વહુ Radhika Merchantએ…
અન્ય તસવીરમાં પ્રિયંકા વરસાદની ઠંડીથી પોતાને બચાવવા માટે જેકેટ પહેરેલી જોવા મળી રહી છે અને તેના હાથમાં ગરમ પાણીની બોટલ હતી. અભિનેત્રી કેમેરા તરફ સ્માઈલ કરતી જોવા મળે છે, પરંતુ તેના ચહેરા પર ઠંડીની અસર સ્પષ્ટ જોવા મળી હતી અને તેણે કેપ્શનમાં લખ્યું હતું કે નવેમ્બરમાં જ્યારે લંડનમાં વરસાદ પડે છે…
અહીં એ જણાવવાનું કે થોડા દિવસો પહેલા પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી હતી, જેમાં સૂર્યના કિરણો તેના પર પડી રહ્યા હતા. છેલ્લી બે તસવીરોમાં અભિનેત્રી કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે. આ એ જ ડ્રેસ હતો, જે તેણે વરસાદના સીન માટે શૂટ કરતી વખતે પહેર્યો હતો. પ્રિયંકા ચોપરાએ કેપ્શનમાં લખ્યું હતું કે સૂર્યપ્રકાશ સાથે રમી રહી છું.
આ પણ વાંચો : મોહમ્મદ શમીની પૂર્વ પત્નીના બોલ્ડ અંદાજનો વીડિયો વાઈરલ, યૂઝર્સે આપી પ્રતિક્રિયા…
પ્રિયંકા ચોપરા સેમ હ્યુગન અને સેલિન ડીયોન સ્ટારર “લવ અગેન”માં જોવા મળી હતી. તો હવે તે સીરિઝ “સિટાડેલ ૨”માં જોવા મળશે. આ ફિલ્મ તેની સાથે અભિનેતા રિચર્ડ મેડન પણ જોવા મળશે. જોકે, સીઝન ૨ અંગે માહિતી ગુપ્ત રાખવામાં આવી છે. સિટાડેલની પ્રથમ સિઝન ૨૦૨૩માં રિલીઝ થઈ હતી. આમાં રિચર્ડ મેડન અને પ્રિયંકા ચોપરા મહત્વના રોલમાં જોવા મળ્યા હતા.