હોલીવૂડની ટોચની આ એક્ટ્રેસને રિપ્લેસ કરશે દેસી ગર્લ Priyanka Chopra
દેસી ગર્લ પ્રિયંકા ચોપ્રા બોલીવૂડમાં તો એક્ટિંગથી પોતાનો નામનો ડંકો વગાડી ચૂકે છે પણ હવે તો હોલીવૂડમાં એના નામના સિક્કા પડે છે એવું કહીએ તો એમાં ખોટું નહીં ગણાય. હવે પીસીના ફેન્સ ખુશીથી ઉછળી પડે એવા સમાચાર હોલીવૂડથી સીધા આવી રહ્યા છે અને આ સમાચાર અનુસાર પ્રિયંકા ચોપ્રાએ રૂસો બ્રધર્સની એક નવી ફિલ્મ સાઈન કરી છે. ખુદ કાસ્ટિંગ ટીમે આ વાતનો ખુલાસો કર્યો છે.
જી હા, મળી રહેલી માહિતી પ્રમાણે પ્રિયંકા ચોપ્રાએ રૂસો બ્રધર્સની ફિલ્મ ધ બ્લફ સાઈન કરી છે અને આ ફિલ્મ એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે. 1800મી સદીની વાર્તા આ ફિલ્મમાં જોવા મળે છે. પણ બોસ કહાનીમાં ટ્વીસ્ટ તો એ છે કે આ ફિલ્મમાં પ્રિયંકા ચોપ્રા પહેલાં હોલિવૂડની ટોચની એક્ટ્રેસ જોઈ સલદાનાને લેવામાં આવવાની હતી. જોઈ સલદાનાએ ફિલ્મ અવતારમાં પણ કામ કર્યું હતું. પણ આખરે ફિલ્મ માટે પીસીને ફાઈનલ કરવામાં આવી હતી. હોલીવૂડમાં બોલીવૂડ એક્ટ્રેસ માટે આ કોઈ મોટા અચીવમેન્ટ સમાન વાત છે.
પીસી ફિલ્મમાં 13 વર્ષની એક છોકરીનો રોલ કરી રહી છે જે હાફ ઈન્ડિયન અને સેરેબ્રલ પાલ્સી નામની બીમારીથી પીડિત છે. ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો 1800ની સાલમાં પીસી પોતાના ગામ અને પરિવારને એક પાઈરેટ અટેકથી બચાવવાનો પ્રયાસ કરે છે પણ એ જ સમયે તેનો ભૂતકાળ તેની સામે આવીને ઊભો રહી જાય છે.
રૂસો બ્રધર્સની આ મેગા બજેટ ફિલ્મની શૂટિંગ જૂન, 2024માં કરવામાં આવશે. પીસી માટે આ રૂસો બ્રધર્સની ફિલ્મ કેટલી ફળદાયી નિવડે છે એ તો સમય જ કહેશે. આ સિવાય હાલમાં પીસી સિટાડેલની સિઝન-2ની શૂટિંગ કરી રહ્યા છે. આ પહેલાં તે લવ અગેન અને બેવોચ ફિલ્મમાં જોવા મળી હતી.