મનોરંજન

“જ્યારે મહિલાલક્ષી ફિલ્મો નિષ્ફળ જાય ત્યારે હું તમામ મહિલાઓ વતી નિષ્ફળતા અનુભવું છું..”- પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા જોનસ તેની કારકિર્દીને સંઘર્ષ, દ્રઢતા અને આકરી મહેનતનું પરિણામ ગણાવે છે. તાજેતરમાં મુંબઇમાં યોજાયેલા JIO MAMI મુંબઇ ફિલ્મ ફેસ્ટીવલમાં ગ્લોબલ સ્ટાર પ્રિયંકાએ બોલીવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકરના સવાલના જવાબમાં પોતાની 21 વર્ષની ફિલ્મી સફર વિશે વાત કરતી વખતે નિવેદન આપ્યું હતું કે જ્યારે મહિલાલક્ષી કથાવસ્તુ ધરાવતી ફિલ્મો સારું પ્રદર્શન ન કરે ત્યારે મને તમામ મહિલાઓ તરફથી નિષ્ફળતાની અનુભૂતિ થાય છે.


પ્રિયંકા ચોપરા હાલમાં ચાલી રહેલા JIO MAMI મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલની ચેરપર્સન પણ છે. ભૂમિ પેડનેકર સાથેની વાતચીતમાં તેણે તેની બોલીવુડ કારકિર્દીની મહત્વની ફિલ્મ ફેશન અને અન્ય મહિલા-કેન્દ્રિત ફિલ્મો વિશે વાત કરી જેનો તે ભાગ રહી ચુકી છે.

પ્રિયંકાએ જણાવ્યું હતું કે તે સમયે તેને એવું કહેવામાં આવ્યું હતું કે અભિનેત્રીઓને તેમની તેમની કારકિર્દીના અંતે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે એ માટે તેઓ મહિલાલક્ષી ફિલ્મો કરતી હોય છે. “જ્યારે મારી કારકિર્દી તો ચાલુ છે, તો પછી અત્યારથી જ મારે એ પ્રકારની ફિલ્મો કરવાની શું જરૂર છે, તેવું લોકો કહેતા. એ સમયે મહિલાલક્ષી ફિલ્મો ઘણી ઓછી બનતી હતી.” પ્રિયંકાએ જણાવ્યું.

“જ્યારે મહિલાઓની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મો નિષ્ફળ જાય ત્યારે હું તમામ મહિલાઓ વતી નિષ્ફળતા અનુભવું છું. મને એમ થાય છે કે હું તેમને થોડા ડગલા પાછળ લઇ ગઇ છું. કારણકે ઘણી ઓછી મહિલાઓને આવી તક મળે છે. જ્યારે કોઇ ફિલ્મ ચાલે છે તો તે એટલા માટે ચાલે છે કેમકે તે કંઇક કહે છે. જ્યારે નથી ચાલતી તો એનો અર્થ કે જે કહેવાનું હતું તે કહેવાયું નથી.. આથી હું તેને વ્યક્તિગત બનાવ્યા વગર આગળ વધી જાઉં છું,” તેમ પ્રિયંકાએ ઉમેર્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો