Nick Jonasએ એવું તે શું કર્યું કે લોકોએ Priyanka Chopraને નિકને સંભાળવાની સલાહ આપી દીધી?
દેસી ગર્લ પ્રિયંકા ચોપ્રા (Priyanka Chopra) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, પરંતુ હાલમાં જ પીસીને નેટિઝન્સે તેના પતિ અને પોપ સિંગર નિક જોનાસ (Nick Jonas)ને સંભાળવાની સલાહ આપી હતી.
આવો જોઈએ આખરે શું છે મામલો અને નિકે એવું તે શું કર્યું કે નેટિઝન્સે પીસીને આવી સલાહ આપવાનો વારો આવ્યો હતો-વાત જાણે એમ છે કે નિક જોનસ પણ પ્રિયંકા ચોપ્રાની જેમ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેણે હાલમાં જ એક્સ પર એલન મસ્કને સપોર્ટ કર્યો હતો. નિકે એલન મસ્કના જોનસ બ્રધર્સનું મીમ શેર કરવા પર રિએક્શન આપ્યું હતું.
જોકે, ફેન્સને નિકની આ હરકત ખાસ કંઈ પસંદ આવી હોય એવું લાગતું નથી અને તેમણે મસ્કનું સમર્થન કરવા માટે નિકની ટીકા કરી હતી.
17 ડિસેમ્બરના એલન મસ્કે ટેસ્લા ઓનર્સ સિલીકોન વેલીના એક્સ પોસ્ટ પર રિએક્ટ કર્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પના ફરી ચૂંટાયા બાદથી કંપનીનો નફો વધી ગયો છે.
એલન મસ્કે જાણીતા જોનસ બ્રધર્સ મીમ સાથે ટ્વીટને રિટ્વીટ કરી હતી જેમાં નિક જોનસ અને કેવિન જોનસ એક ટેબલ ફરાવી રહ્યા હતા. મસ્કે લખ્યું હતું કે માય ગોડ પાસા કેવા પલટાઈ ગયા? જેના જવાબમાં નિકે એલન મસ્કને આંગળી દેખાડતો ફોચો શેર કર્યો હતો અને લખ્યું હતું કે અમને વર્ષ 3000 માં લઈ જાવ. જોત જોતામાં આ ટ્વીટ વાઈરલ થઈ ગયું અને થોડાક જ સમયમાં એને 27.1 મિલીયન વખત જોવામાં આવ્યું.
Also Read – ગોપી બહુના ઘરે ગુંજી કિલકારી, આપ્યો પુત્ર રત્નને જન્મ
જોકે, નિકના ફેન્સને આ વાત ખાસ કંઈ પસંદ નહોતી આવી અને તેમેણે એનો એવો અર્થ કાઢ્યો હતો કે તેઓ એલન મસ્કનું સમર્થન કરી રહ્યો છે. એક્સ યુઝર્સે આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે શું આ ટ્રમ્પ પોસ્ટ છે? પ્રિયંકા ચોપ્રા તારા પતિને સંભાળી લે. બીજા એક યુઝરે લખ્યું હતું કે પ્રિયંકા તારા વરને કન્ટ્રોલમાં રાખ.
ત્રીજા એક યુઝરે પીસીને નિકનો ફોટ આંચકી લેવાની સલાહ પણ આપી દીધી હતી. જોકે, આના તરત જ બાદમાં નિકે ક્રિસમસ સેલિબ્રેશન કરતો પ્રિયંકા ચોપ્રા સાથેનો ફોટો શેર કર્યો હતો.