બીચ પર બ્લેક બિકીનીમાં દેસી ગર્લનો અનોખો અંદાજ જોયો કે? વીડિયો થયો વાઈરલ…
મનોરંજન

બીચ પર બ્લેક બિકીનીમાં દેસી ગર્લનો અનોખો અંદાજ જોયો કે? વીડિયો થયો વાઈરલ…

બોલીવૂડની દેસી ગર્લ એટલે કે પ્રિયંકા ચોપ્રા પોતાની એક્ટિંગથી બોલીવૂડ જ નહીં પણ હોલીવૂડમાં પણ ડંકો વગાડી રહી છે. પીસીએ પોતાના કરિયરમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. નિક જોનસ સાથે લગ્ન કર્યા બાદ પીસી બી-ટાઉન જ નહીં પણ ગ્લોબલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ કપલમાંથી એક બની ચૂક્યા છે. ફેન્સને બંનેને સાથે જોવાનું ખૂબ જ પસંદ છે અને બંને પણ સોશિયલ મીડિયા પર અવારનવાર ફોટો અને વીડિયો શેર કરતાં હોય છે. હાલમાં જ નિક અને પીસીનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો એટલા માટે ખાસ છે કારણ કે આ વીડિયોમાં નિક પત્ની પીસી વિના તેની હાલત કેવી હોય છે એ જણાવી રહ્યો છે, ચાલો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં-

નિક જોનાસે પોતોના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે અને વીડિયોમાં કપલ વેકેશન પર હોય એવું લાગે છે. બંને જણ સુંદર બીચ પર જોવા મળી રહ્યા છે અને આ વીડિયોમાં નિક એક્સપ્રેશનના માધ્યમથી પીસી વિના તેની શું હાલત છે એ જણાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પીસી વિના તે ખૂબ જ ઉદાસ જોવા મળી રહ્યો છે અને ત્યાર બાદ પીસી અચાનક દોડતી આવે છે અને નિકને ગળે લગાવી લે છે. એટલું જ નહીં પણ પીસી અને નિક લિપ લોક પણ કરે છે.

નિક જોનાસ અને પીસીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સને કપલની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી રહી છે. યુઝર્સ બંનેના વખાણ કરતાં નથી થાકી રહ્યા. વીડિયોમાં પીસીનો લૂક જોઈએ તો તેણે બ્લેક કલરની બિકીની કેરી કરી છે. નિક પણ પોતાની લેડી લવને બ્લેક આઉટફિટ સાથે ટ્વીન કરી રહ્યો છે. આ વીડિયો શેર કરતાં નિકે લખ્યું છે કે હું નહીં છોડી શકું.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં પીસી પોતાની અપકમિંગ ફિલ્મ એસએસએમબી 29ને લઈને ચર્ચામાં છે. એક્ટ્રેસ રાજામૌલીની ફિલ્મી તૈયારીઓમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે મહેશબાબુ અને આર માધવન જેવા કલાકારો પણ જોવા મળશે. હાલમાં જ પીસી હોલીવૂડ ફિલ્મ હેડ્સ ઓફ ધ સ્ટેટમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે ઈદ્રિસ એલ્બા અને જોન સીના લીડ રોલમાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો…ઓસ્કાર નોમિનેટેડ ડોક્યુમેન્ટરી ઉપર બનનારી ફિલ્મમાં પ્રિયંકા ચોપ્રાની આ ભૂમિકા…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button