મનોરંજન

દીપિકા પદુકોણ અને આલિયા ભટ્ટને અમીરીમાં પાછળ છોડી આ એક્ટ્રેસ બની અમીર એક્ટ્રેસ, નેટવર્થ જાણીને…

બોલીવૂડ એક્ટ્રેસ દેસી ગર્લ પ્રિયંકા ચોપ્રા હવે છ વર્ષ બાદ હવે બોલીવૂડમાં કમબેક કરવા જઈ રહી છે. મહેશબાબુ સ્ટારર ફિલ્મ ગ્લોબટ્રોટરમાંથી એક્ટ્રેસનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. આ ફિલ્મમાં પીસી મંદાકિનીની રોલમાં જોવા મળશે. પોતાની એક્ટિંગથી પ્રિયંકા બોલીવૂડમાં તો ઠીક હોલીવૂડમાં પણ ડંકો વગાડવાની સાથે સાથે કરોડોનું એમ્પાયર ઊભું કરી દીધું છે. તમને જાણીને નવાઈ લાગશે પીસીએ અમીરીના મામલામાં દીપિકા પદુકોણ અને આલિયા ભટ્ટને પણ પાછળ મૂકી દીધી છે.

પીસીએ 2002માં રીલિઝ થયેલી તમિલ ફિલ્મ થમિજહનથી એક્ટિંગની શરૂઆત કરી હતી ત્યાર બાદ 2003માં આવેલી ફિલ્મ ધ હીરોઃ લવ સ્ટોરી ઓફ અ સ્પાયથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. 22 વર્શષના પોતાના ફિલ્મી કરિયરમાં દેસી ગર્લે ઘણી શાનદાર અને હિટ ફિલ્મો આપી છે. પીસીએ તગડી ફેન ફોલોઈંગ કમાવવાની સાથે સાથે કરોડોની કમાણી પણ કરી છે.

આ પણ વાંચો : 500 કરોડની નેટવર્થ, 120 કરોડનું ફાર્મહાઉસ, લક્ઝરી કારનું કલેક્શન, આવી છે ધર્મેન્દ્રની રોયલ લાઈફસ્ટાઇલ..

વાત કરીએ પીસીની નેટવર્થ વિશે તો 6 વર્ષથી બોલીવૂડથી દૂર હોવા છતાં પણ તે અમીરીની મામલામાં બોલીવૂડની ટોચની એક્ટ્રેસને મ્હાત આપે છે. પીસીની નેટવર્થ દીપિકા પદુકોણ અને આલિયા ભટ્ટથી પણ વધારે છે. અનેક મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર પીસીની નેટવર્થ 650 કરોડ રૂપિયા છે, જ્યારે દીપિકા પદુકોણની નેટવર્થ 500 કરોડ રૂપિયા છે તો આલિયા ભટ્ટ 350 કરોડ રૂપિયાની માલકિન છે.

પ્રિયંકાએ ફિલ્મ ડોન ટુ, અગ્નિપથ, ક્રિષ થ્રી, બર્ફી, બાજીરાવ મસ્તાની જેવી હિટ ફિલ્મો આપી છે અને તેણે છેલ્લે ધ સ્કાય ઈઝ પિંકમાં કામ કર્યું હતું. આ ફિલ્મ 2019માં રિલીઝ થઈ હતી. ત્યાર બાદથી એક્ટ્રેસ હોલીવૂડ સિરીઝ અને ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હતી. છેલ્લે તે ફિલ્મ હેડ ઓફ સ્ટેટમાં જોવા મળી હતી.

આ પણ વાંચો : Star Networth : ના જેઠાલાલ, ના અનુપમા આ ટીવી સ્ટાર નેટવર્થમાં નંબર વન, 300 કરોડની સંપત્તિ

વર્ક ફ્રન્ટની વાત કરીએ પ્રિયંકા પાસે હાલમાં અનેક ફિલ્મો પાઈપલાઈનમાં છે અને હવે તે હોલીવૂડની ફિલ્મ ધ બ્લફ અને જજમેન્ટમાં જોવા મળશે. આ સિવ્યા તાની પાસે અપકમિંગ ફિલ્મ ગ્લોબટ્રોટરમાં પણ જોવા મળશે. હોલીવૂડની સિરીઝ સિટાડેલ 2માં પણ તે જોવા મળશે. રિપોર્ટની વાત પર વિશ્વાસ કરીએ તો પીસી ફિલ્મ ક્રિષ-4માં પણ જોવા મળશે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button