The Bluffના શૂટિંગમાંથી ફ્રી થઈ પ્રિયંકાએ શું કર્યું કે પતિ નિક જૉનાસ ખુશ થઈ ગયો
આ દિવસોમાં પ્રિયંકા ચોપરા તેની આગામી ફિલ્મો અને સિરીઝને લઈને સતત ચર્ચામાં છે. પ્રિયંકાએ સ્પાય એક્શન થ્રિલર સિરિઝ સિટાડેલની બીજી સિઝનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેની આગામી ફિલ્મ ધ બ્લફનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. શૂટિંગ પૂરું થયા પછી પ્રિયંકાએ પતિ નિક સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો અને સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો પણ શેર કરી.
આ દિવસોમાં પ્રિયંકા ચોપરા તેની આગામી ફિલ્મો અને સિરીઝને લઈને સતત ચર્ચામાં છે. પ્રિયંકાએ સ્પાય એક્શન થ્રિલર સીરિઝ સિટાડેલની બીજી સીઝનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેની આગામી ફિલ્મ ધ બ્લફનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. શૂટિંગ પૂરું થયા પછી પ્રિયંકાએ પતિ નિક સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો અને સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો પણ શેર કરી. બન્ને ક્યૂટ કપલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.
આ પણ વાંચો : OMG! પ્રિયંકા ચોપરા આ ગંભીર બીમારીથી પીડિત છે?
થોડા સમય પહેલા પ્રિયંકાની શૂટિંગની તસવીર વાયરલ થઈ હતી, જેમાં તેને લોહીલુહાણ દેખાતી હતી. પ્રિયંકા તાજેતરમાં અંબાણી પરિવારના લગ્નમાં ધૂમ મચાવતી જોવા મળી હતી. જોકે ઘણા સમયથી તેણે હિન્દી ફિલ્મજગતમાં દેખા દીધા નથી, તેના ફેન્સ તેની ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.