વ્હાઈટ ઓફ-શોલ્ડર ડ્રેસમાં પ્રિયંકા ચોપ્રાએ ઉડાવ્યા ફેન્સના હોંશ, તમે પણ જોશો તો…

બોલીવૂડની ‘દેસી ગર્લ’ અને હોલીવૂડમાં ભારતનું નામ રોશન કરનાર ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપ્રા (Priyanka Chopra) હંમેશા પોતાની ફેશન અને સ્ટાઈલ સ્ટેટમેન્ટને કારણે હેડલાઈન્સમાં રહે છે. રેડ કાર્પેટ હોય કે કોઈ કેઝ્યુઅલ ઈવેન્ટ, પ્રિયંકાનો આત્મવિશ્વાસ અને તેની ફેશન સેન્સ હંમેશા યુનિક હોય છે. તાજેતરમાં પ્રિયંકાએ તેના સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ વ્હાઈટ આઉટફિટમાં કેટલીક તસવીરો શેર કરી છે, જે ઈન્ટરનેટ પર આગની જેમ વાઈરલ થઈ રહી છે.
આઉટફિટ અને લૂક
પ્રિયંકાએ આ વખતે વ્હાઈટ કલરનો ઓફ-શોલ્ડર એન્કલ લેન્થ બોડી ફિટેડ ડ્રેસ પસંદ કર્યો છે. આ ડ્રેસ તેના ફિગરને પર્ફેક્ટ રીતે કોમ્પ્લીમેન્ટ કરી રહ્યો છે. આ આઉટફિટ સાથે તેણે ગોલ્ડન ડિટેઈલિંગવાળી મેચિંગ હેન્ડબેગ કેરી કરી છે અને સિલ્વર હાઈ હીલ્સ પહેરી છે, જે તેને હાઈ-ફેશન વાઈબ આપી રહી છે.
આ પણ વાંચો : રાઘવ ચઢ્ઢાના બર્થડે પર ખાસ અંદાજમાં વિશ કર્યું પ્રિયંકા ચોપ્રાએ, પોસ્ટ થઈ ગઈ વાઈરલ…
મેકઅપ અને હેરસ્ટાઈલ
મેકઅપની વાત કરીએ તો, પ્રિયંકાએ પોતાના આ સુંદર વ્હાઈટ લૂક સાથે બ્રોન્ઝ અને મોનોક્રોમેટિક લૂક રાખ્યો છે. તેના નાક અને કપાળ પર કરેલું હાઈલાઈટિંગ તેને મેટેલિક ફિનિશ આપી રહ્યું છે, જે કેમેરામાં અત્યંત સ્ટનિંગ લાગે છે.
આ પણ વાંચો : આ કોની સાથે ડેટમાં વ્યસ્ત છે પ્રિયંકા ચોપ્રા? નિક જોનાસને ખબર પડશે તો…
નિક જોનાસ સાથેનો ક્લાસી અંદાજ
આ ફોટોશૂટમાં પ્રિયંકાની સાથે તેનો પતિ અને પોપ સિંગર નિક જોનાસ પણ હેન્ડસમ લાગી રહ્યો છે. નિકે વ્હાઈટ શર્ટ અને બ્લેક સૂટ પહેર્યો છે, જે પ્રિયંકાના લૂક સાથે પર્ફેક્ટલી મેચ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સ આ કપલને ‘પાવર કપલ’ કહીને નવાજી રહ્યા છે.
‘વારાણસી ગ્લોબટ્રોટર્સ’ ઈવેન્ટમાં દેસી લૂક
નોંધનીય છે કે, તાજેતરમાં એક અન્ય ઈવેન્ટમાં પ્રિયંકાએ આઈવરી કલરનો લહેંગો પહેરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ લૂક દર્શાવે છે કે પ્રિયંકા જેટલી સહજતાથી વેસ્ટર્ન કપડાં પહેરે છે, એટલી જ સુંદરતાથી તે એથનિક આઉટફિટ્સમાં પણ દેસી ગર્લની છાપ છોડે છે.



