મનોરંજન

દેશી ગર્લ મુંબઇની મુલાકાતે આવતા ચાહકો આશ્ચર્યમાં ….

દેશી ગર્લ પ્રિયંકા ચોપરા નિક જોનાસ સાથે મેરેજ બાદ અમેરિકામાં સ્થાયી થઇ છે. જોકે, તે વારે તહેવારે ભારત આંટો મારતી હોય છે. પરિવારમાં કોઇ ફંક્શન હોય કે બોલિવૂડમાં કંઇ કામકાજ હોય કે પછી અંબાણી જેવા પરિવારમાં લગ્ન પ્રસંગની ઉજવણી હોય ત્યારે તે ભારત આવતી હોય છે. અંબાણીની ઇવેન્ટમાં એક મહિના પહેલા તે જોવા મળી હતી, પણ કાર્યક્રમ પૂરા થયા બાદ તે તરત જ તેની ફિલ્મ ‘ધ બ્લફ’નું શૂટિંગ માટે ઑસ્ટ્રેલિયા જતી રહી હતી. હવે હાલમાં જ તે ફરી વાર મુંબઇમાં જોવા મળતા લોકો પણ આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા.

એરપોર્ટ પર પ્રિયંકા ઓલ વ્હાઇટ પોશાકમાં જોવા મળી હતી. તેણે ક્રોપ ટોપ અને કો-ઓર્ડ. સેટ પહેર્યો હતો. તેણે ક્રોપ ટોપ સાથે ફ્લોરલ ટ્રેક પેન્ટ અને મેચિંગ ફ્લોઇંગ શ્રગ પહેર્યું હતું. તે એકદમ કુલ અને ક્લાસી લાગતી હતી. તેણે ક્યુટ કેપ પણ પહેરી હતી અને વ્હાઇટ શુઝ સાથે લુક કંપ્લીટ કર્યો હતો. એરપોર્ટ પર બહાર આવીને તેની કાર તરફ આગળ વધતા પહેલા તેણે પાપારાઝીઓને સ્માઇલિંગ પોઝ પણ આપ્યા હતા. જોકે, મુંબઇની તેની મુલાકાત દરમિયાન તેની સાથે તેની દીકરી માલતી મેરી ચોપરા જોનાસ જોવા નહોતી મળી, તેથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે પ્રિયંકા ટૂંક સમય માટે જ મુંબઇ આવી છે. તમે વીડિયો જુઓ

આ વીડિયો સોશિયલ પર વાયરલ થયો છે. હાલમાં તો કોઇ સેલિબ્રિટી ઇવેન્ટ નથી કે ચોપરા પરિવારમાં પણ કોઇ ફંક્શન નથી, તેથી પ્રિયંકાને આમ આજે વહેલી સવારે અચાનક મુંબઇ આવેલી જોઇને લોકો સોશિયલ મીડિયા પર જાતજાતની કમેન્ટ્સ કરવા માંડ્યા છે. કેટલાકે તો એવી કમેન્ટ્સ કરી છે કે, અંબાણી પરિવારમાં ફરીથી શરણાઇઓ ગુંજવાની છે કે શું ? તો કેટલાક લોકો એવી કમેન્ટ્સ કરી રહ્યા છે કે નવો પ્રોજેક્ટ સાઇન કરવા માટે આવી હશે. તો કેટલાકને લાગે છે કે તે આલિયા ભટ્ટ અને કટરિના કૈફ સાથેની તેની ફિલ્મ ‘જી લે ઝરા’ માટે અહીં આવી છે.

જોકે, એમ માનવામાં આવે છે કે પ્રિયંકા તેની મરાઠી ફિલ્મ ‘પાની’ને પ્રમોટ કરવા માટે મુંબઇ આવી હોઇ શકે છે. આ ફિલ્મ 18 ઑક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ પ્રિયંકા ચોપરા અને તેની માતા મધુ ચોપરાએ તેમની કંપની પર્પલ પેબલ પિક્ચર્સની રાજશ્રી એન્ટરટેઇનમેન્ટ સાથે ભાગીદારીમાં બનાવી છે. આ ફિલ્મમાં સુબોધ ભાવે, કિશોર કદમ, આદિનાથ કોઠારે અને રુચા વૈદ્યે અભિનય કર્યો છે.

પ્રિયંકાએ તાજેતરમાં જ તેની ફિલ્મ પાનીનું મોશન પોસ્ટર રિલીઝ કર્યું હતું. તે તેના આ પ્રોજેક્ટ માટે ઘણી ઉત્સાહિત છે. મહારાષ્ટ્રના દુકાળથી પીડિત નાંદેડ ગામના એક વ્યક્તિને પાણી પુરવઠા માટે અને તેના વિસ્તારને પાણીમાં આત્મનિર્ભર બનાવવાના તેના પ્રયાસ માટે કેટકેટલા પડકારોનો સામનો કરવો પડે છે, તેની વાત માંડવામાં આવી છે. ‘પાની’ ફિલ્મ પહેલીવાર 2019 માં રિલીઝ થઈ હતી અને પર્યાવરણ સંરક્ષણ પર શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.


Also Read –

Show More

Related Articles

Back to top button
આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો