આ કોની સાથે ડેટમાં વ્યસ્ત છે પ્રિયંકા ચોપ્રા? નિક જોનાસને ખબર પડશે તો…

દેસી ગર્લ પ્રિયંકા ચોપ્રા એક ગ્લોબલ આઈકોન છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની પર્સનલ લાઈફના મોમેન્ટ્સ ફેન્સ સાથે શેર કરતી હોય છે. પીસી મોટાભાગનો સમયે પતિ નિક જોનાસ અને માલતી સાથે સમય પસાર કરે છે. હાલમાં જ પીસીએ દીકરી માલતીની પ્લે ડેટના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે અને આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે.
પીસીએ રવિવારે સવારે ફેન્સ માટે એક હાર્ટ ટચિંગ ઈમેજ શેર કરી છે અને બંને જણ આ ફોટોમાં આરામદાયક સમય પસાર કરતી જોવા મળે છે. એક તરફ આરામદાયક લાઉન્જવિયરમાં પીસી પોતાના હુસ્નનો જાદુ બિખેરી રહી હતી તો માલતી પોતાના રમકડાં પર ધ્યાન કેન્દ્રિત કરતી જોવા મળી હતી. પીસીએ ફોટોને કેપ્શન આપતા લખ્યું હતું રવિવાર આમ જ… આ સાથે તેણે હાર્ટની ઈમોજી પણ પોસ્ટ કરી છે.
પીસી પોતાના ફેન્સ સાથે પર્સનલ લાઈફની મોમેન્ટ શેર કરે છે અને ઈન્સ્ટાગ્રામ પર પોતાના કેમેરા રોલની કેટલીક યાદગાર ક્ષણો શેર કરી હતી. આ વીડિયોની શરૂઆત બ્લેક બોડીકોન ડ્રેસમાં પીસી સ્ટાઈલિશ સેલ્ફીથી થઈ છે અને ત્યાર બાદ દીકરી માલતી સાથે એક સુંદર સેલ્ફી પણ શેર કરી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પીસી સિટાડેસ સિઝન ટુમાં જોવા મળશે અને આ સિવાય તે ધ બ્લફ અને હેડ્સ ઓફ સ્ટેટ જેવી હોલીવૂડની બ્લોક બસ્ટર સિરીઝમાં કામ કરવાની તૈયારી પણ કરી રહી છે.