ભાઈના લગ્નના પ્રિ વેડિંગ ફંક્શનની તસવીરો વાઈરલઃ જુઓ પ્રિયંકા ચોપરાનો અંદાજ
પ્રિયંકા ચોપરા તેનો ભાઈ સિદ્ધાર્થ ચોપરાના લગ્ન માટે મુંબઈમાં છે. તે અભિનેત્રી નીલમ ઉપાધ્યાયને પોતાનો જીવનસાથી બનાવવા જઈ રહ્યો છે. તે પહેલા ઘરમાં પ્રી-વેડિંગ ફંક્શનની ઝલક સામે આવી છે. એક તરફ મંગળવારે મધુ ચોપરાના ઘરે માતાની ચોકી રાખવામાં આવી હતી. પ્રિયંકાની માતા મધુ ચોપરાએ માતા કી ચૌકીના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
બીજી તરફ, આજે પ્રિયંકાની ભાવિ ભાભી નીલમના હાથ પર તેના ભાઈ સિદ્ધાર્થના નામની મહેંદી લગાવવામાં આવી હતી. હલ્દી સેરેમનીની તસવીરો પણ વાયરલ થઈ રહી છે. પ્રિયંકા ચોપરા તેના ભાઈ સિદ્ધાર્થ ચોપરાની હલ્દી સેરેમનીમાં પીળા આઉટફિટમાં જોવા મળી હતી.
સિદ્ધાર્થ ચોપરા અને નીલમ ઉપાધ્યાયની હલ્દી સેરેમનીમાં પરિવારે ખૂબ એન્જોય કર્યું હતું. મધુ ચોપરાની ભાવિ પુત્રવધૂ નીલમ તેમના ખોળામાં બેઠેલી જોવા મળી હતી. નીલમ ઉપાધ્યાય હલ્દી સેરેમનીમાં પીળા ડ્રેસમાં જોવા મળી હતી.
નીલમ ઉપાધ્યાયના હાથ પર સિદ્ધાર્થના નામની મહેંદી લગાવવામાં આવી હતી. તેના ઘરે મહેંદી સેરેમની કરી હતી, જેમાં માત્ર પરિવારના સભ્યો જ હાજર હતા. સિદ્ધાર્થ અને નીલમના લગ્નની તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ જે રીતે પ્રિ-વેડિંગ ફંક્શન યોજાઈ રહ્યા છે તે પ્રમાણે હવે સંગીત સેરેમની અને પછી લગ્ન થશે.