Isha Ambaniની પાર્ટીમાં Priyanka Chopraએ પહેર્યો આટલો મોંઘો નેકલેસ…
બોલીવૂડથી હોલીવૂડ જઈને ગ્લોબલ સ્ટાર બની ચૂકેલી Priyanka Chopra હાલમાં જ ઈન્ડિયા આવી છે. ગુરુવારે રાતે જ પીસી તેની દીકરી માલતી સાથે મુંબઈ એરપોર્ટ દેખાઈ હતી. બુલગારીની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પીસીએ બેક ટુ બેક ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપ્રા પોતાની એક્ટિંગની સાથે સાથે જ અનોખા સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે પણ ખૂબ જ જાણીતી છે. અત્યારે સોશિયલ મીડિયા પર તેણે ઈશા અંબાણીની હોલી પાર્ટીમાં પહેરેલા હારની ચર્ચા થઈ રહી છે. આવો જોઈએ શું છે આ હારની ખાસિયત અને તેની કિંમત…
મુંબઈ આવતાની સાથે જ પીસી પોતાના એક પછી એક કમિટમેન્ટ્સ પૂરા કરવામાં વ્યસ્ત થઈ ગઈ છે અને બુલગારીની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એક પછી એક ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. આ સિવાય પીસીએ એન્ટાલિયા ખાતે Isha Ambani દ્વારા હોસ્ટ કરવામાં આવેલી રોમન થીમવાળી હોલી પાર્ટીમાં પણ ભાગ લીધો હતો. આ પાર્ટીમાં થાઈ હાઈ સ્લિટ પિંક કલરની સાડી પહેરી હતી અને આ સાડી સાથે તેણે ડીપનેક બ્લાઉઝ કેરી કર્યું હતું.
પોતાના આ શાનદાર લૂકથી પીસીએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતું પરંતુ એની સાથે સાથે લોકોનું ધ્યાન પીસીના નેકલેસ પરથી ખસ્યું નહોતું. એક્ટ્રેસે બુલગારી બ્રાન્ડનો મલ્ટીકલર સ્ટોનવાળો નેકલેસ પહેર્યો હતો, પરંતુ આ નેકપીસની કિંમત કદાચ તમારા હોંશ ઉડાવી દેશે.
એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવેલા દાવા પર વિશ્વાસ કરવામાં આવે તો આ નેકલેસ 1-2 નહીં પણ પૂરા 8 કરોડ રૂપિયાનો હતો. એટલું જ નહીં પણ બ્રાન્ડની ઓફિશિયલ વેબસાઈટ પર આ નેકપીસની કિંમત 8,33,80,000 રૂપિયા મેન્શન કરવામાં આવી છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો પીસી પાસે હાલમાં એક પછી એક અપકમિંગ ઘણા બધા પ્રોજેક્ટ્સ છે. તેની પાસે ફરહાન અખ્તરની ફિલ્મ જી લે ઝરા પણ છે જેમાં તેની સાથે કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ લ પણ જોવા મળશે. એટલું જ નહીં પણ પીસી ટૂંક સમયમાં જ જોન સીના અને ઈદરીસ એલ્બા સ્ટારર ફિલ્મ હેડ્સ ઓફ સ્ટેટ પર પણ કામ શરૂ કરવા જઈ રહી છે.