પ્રિયંકા ચોપરા દીકરી સાથે ડિઝનીમાં, સારા અલી બરફીલા પહાડોમાં: વેકેશનની મોજમાં | મુંબઈ સમાચાર

પ્રિયંકા ચોપરા દીકરી સાથે ડિઝનીમાં, સારા અલી બરફીલા પહાડોમાં: વેકેશનની મોજમાં

દેસી ગર્લ પ્રિયંકા ચોપરા તાજેતરમાં તેની પુત્રી સાથે ડિઝની વર્લ્ડની મુલાકાતે ગઈ હતી. જયારે અભિનેત્રી સારા અલી ખાન તેના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે બરફીલા પહાડોમાં આરામ કરી રહી છે. પ્રિયંકા ચોપરા અને સારા અલી ખાને તેમના વેકેશનની તસવીરો શેર કરી છે, જેને સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યો હતો.

પ્રિયંકા ચોપરા પોતાના વ્યસ્ત ટાઈમટેબલની વચ્ચે પણ પોતાની દીકરીને સમય આપવાનું ક્યારેય ભૂલતી નથી. તાજેતરમાં જ તેણે માલતી મેરી સાથે ડિઝની વર્લ્ડની મુલાકાત લીધી હતી. અહીં અભિનેત્રીની પુત્રી મિકી માઉસને પણ મળી.

માલતીએ બ્રાઉન અને વ્હાઇટ ફ્લોરલ ફ્રોક પહેર્યું હતું, જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. પ્રિયંકા ઘણીવાર તેના પતિ અને પુત્રી સાથે વિતાવેલી સુંદર ક્ષણોના ફોટા તેના ચાહકો સાથે શેર કરે છે. ચાહકો પણ તેમના પર ઘણો પ્રેમ વરસાવે છે.

અભિનેત્રી સારા અલી ખાન આ દિવસોમાં વેકેશન પર છે. અભિનેત્રી બરફીલા પહાડોમાં પોતાની રજાઓનો આનંદ માણી રહી છે. સારા અલી ખાને ફરી એકવાર મહાદેવના દર્શન કર્યા. જેની એક ઝલક તેણે તેના વેકેશનના ફોટામાં બતાવી.

આ તસવીરો શેર કરતી વખતે સારા અલી ખાને લખ્યું, ‘મને કહો કે તમે શેના બનેલા છો, કોણ કહે છે કે સ્ત્રીઓ કડક અને મજબૂત ન હોઈ શકે.’ સારાએ આગળ લખ્યું હતું કે ‘ક્યારેક પર્વત પર ચઢો અને સાથે અજમો રાખો જો તમને શરદી કે ખાંસી થાય. હવે કૃપા કરીને મારી કવિતાની મજાક નહીં ઉડાડતા.’

આ પણ વાંચો…ડિવોર્સની અફવા વચ્ચે Abhishek Bachchanએ પોસ્ટ કરીને કહ્યું જે હતું એ બધું… પોસ્ટ થઈ વાઈરલ

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »

સંબંધિત લેખો

Back to top button