મનોરંજન

બ્રેકઅપ બાદ બોલ્ડ બની પ્રિયંકા ચહર ચૌધરી, તસવીરો જોઈને ચાહકો દંગ રહી ગયા…

બિગ બોસથી લોકપ્રિય થનાર અભિનેત્રી પ્રિયંકા ચહર ચૌધરી ‘ઉડારિયા’માં તેના કો-એક્ટર અંકિત ગુપ્તાને ડેટ કરી રહી હતી. થોડા સમય પહેલા જ તેમના બ્રેકઅપના સમાચાર આવ્યા હતા. બ્રેકઅપના થોડા સમય બાદ જ પ્રિયંકા ચહર ચૌધરીએ સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસવીરો શેર કરી છે. યૂઝર્સ તસવીરો જોઈને તેના પર કમેન્ટ કરી રહ્યા છે અને અમુક લોકોએ તો તેને સલાહ આપવાનું શરુ કર્યું હતું.

udaariyaan priyanka and ankit X

અંકિત ગુપ્તા અને પ્રિયંકા ચહર ચૌધરીની જોડી લોકોને ખૂબ પસંદ આવી હતી. તેમના બ્રેકઅપના સમાચારે બધાના દિલ તોડી નાખ્યા છે. તમને જણાવી દઈએ કે સલમાન ખાનના શો બિગ બોસના ઘરમાં તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ હતી. તાજેતરમાં સોશિયલ મીડિયા પરની વાઈરલ નવી તસવીરોમાં પ્રિયંકા ચૌધરી ખુશ જોવા મળી હતી.

priyanka chahar choudhary

એક્ટ્રેસની તસવીરો ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. અભિનેત્રીની આ તસવીરોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચહર ચૌધરીની આ તસવીરો કોલ્ડપ્લે કોન્સર્ટ દરમિયાન લેવામાં આવી હતી. આ તસવીરો સાથે પ્રિયંકાએ તેનું ઘીબલી વર્ઝન પણ શેર કર્યું છે.

priyanka chahar choudhary

જ્યાં લોકો ઉડારિયા ફેમ પ્રિયંકા ચહર ચૌધરીની તસવીરો પર લાઈક કરી રહ્યા છે ત્યારે કેટલાક લોકોએ તેને રિલેશનશિપ સંબંધિત સલાહ આપવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે લખ્યું છે કે, ‘પ્રિયંકા, ઠીક છે કે તારી અને અંકિત વચ્ચે અણબનાવ છે, પરંતુ તારા ઈગોને બાજુમાં રાખીને વાત કર.’ અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘પ્રિયંકા, અંકિત સાથે પેચ અપ કરો… તમે બંને એકબીજા વિના અધૂરા છો.’

આ પણ વાંચો : માઈક્રો મિનિ સ્કર્ટ પહેરીને કપૂર ખાનદાનની દીકરીએ સોશિયલ મીડિયા પર લગાવી આગ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button