સંજય કપૂરની વાઈફ પ્રિયાએ કર્યું એવું શૉકિંગ કામ કે સૌ કોઈ વિચારમાં પડી ગયા

નવી દિલ્હીઃ કરોડોની સંપત્તિ મૂકી ગયેલા ઉદ્યોગપતિ સંજય કપૂરની માતા અને પત્ની વચ્ચેનો ખટરાગ ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે સંજયની બીજી પત્ની પ્રિયાએ બધાને ચોંકાવી દીધા છે.
પ્રિયા સચદેવ અને સંજય કપૂરની માતા રાની કપૂર સંપત્તિ મામલે એકબીજાના આમને સામને હતા. પ્રિયાની દીકરીએ થોડા સમય પહેલા પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આઈડી બદ્યું હતું અને હવે પ્રિયાએ પણ પોતાનું આઈડી બદલી નાખ્યું છે.
ઈન્સ્ટાના બાયોમાં તેણે નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સોના કૉમોસ્ટાર એમ લખ્યું છે અને ઈન્સ્ટા હેન્ડલનું આઈડી પહેલા પ્રિયા સચદેવ કપૂર હતું જે બદલી પ્રિયા સંજય કપૂર કરી નાખ્યું છે.
આપણ વાંચો: અબજોની સંપત્તિ પણ મોત આવ્યું ત્યારે બચાવવાનો સમય ન મળ્યોઃ સંજય કપૂરની છેલ્લી ઘડીનો વીડિયો વાયરલ…
સંજય કપૂરની માતાએ લખ્યો હતો પત્ર
સંજય કપૂરની હજારોની સંપત્તિ મામલે વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે તેની માતા રાની કપૂરે કંપનીના બોર્ડને પત્ર લખ્યો કે તેમની પાસેથી ઘણા પેપર્સ પર સાઈન કરવામા આવી રહી છે અને કોઈ કંપનીના પ્રતિનિધ બની તેમનાં પર સાઈન કરવા દબાણ કરી રહ્યું છે. જોકે તેણે વહુ પ્રિયા કે અન્ય કોઈનું નામ લીધું ન હતું.
પ્રિયા અને સંજયને એક પુત્ર છે અને પ્રિયાના પહેલા લગ્નથી તેને સફીરા નામની એક પુત્રી છે. અગાઉ સફીરાએ પોતાના અકાઉન્ટ હેન્ડલનું આઈડી પોતાના રિયલ પિતાના નામ પર રાખ્યું હતું, પરંતુ પછીથી તેણે બદલી નાખ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સંજય કપૂરની પહેલી પત્ની જાણીતી અભિનેત્રી કરિશ્મા કપૂર છે અને તે બન્નેના પણ બે સંતાન છે. કરિશમાથી છુટ્ટા થતા સમયે સંજયે રૂ. 14 કરોડ અને એક ફ્લેટ સંતાનોને આપ્યા હોવાનું મીડિયા અહેવાલ જણાવે છે.
સંજય કપૂરનું મોત પણ ખૂબ દર્દનાક રહ્યું. ઈંગ્લેન્ડમાં પોલો રમતા સમયે મધુમાખી તેમના મોઢામાં ગઈ અને શ્વાસનળીમાં જતા તેમનું પોલો ગ્રાઉન્ડ પર જ મોત થયું હતું.