40 વર્ષે ત્રીજી વખત લગ્ન કર્યા તારક મહેતાની આ કલાકારે? ફોટો થયા વાઈરલ…

ટચૂકડાં પડદાનો લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC)ની લોકપ્રિયતામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. દરેક ઉંમરના લોકોને આ શો ખૂબ જ પસંદ પડે છે. હવે આ શો સાથે સંકળાયેલા એક કેરેક્ટર વિશે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ શોમાં રિટા રિપોર્ટરનો રોલ કરનાર એક્ટ્રેસ પ્રિયા આહુજાએ લગ્ન કરી લીધા હોય એવું તેણે શેર કરેલાં ફોટો પરથી લાગી રહ્યું છે. જોકે, પ્રિયા હાલમાં આ શોનો હિસ્સો નથી. ચાલો જોઈએ શું છે આ પાછળની પૂરી હકીકત…
સોશિયલ મીડિયા પર પ્રિયા આહુજાએ પોતાનો બ્રાઈડલ લૂક શેર કર્યો છે. લાલ લહેંગામાં પ્રિયા કોઈ હૂરપરી જેવી લાગી રહી છે. નવી નવી દુલ્હનિયાનો અંદાજ એટલો સુંદર છે કે ફેન્સ તેના પરથી પોતાની નજર હટાવી શક્યા નહોતા. 14 વર્ષ બાદ રીટાને ફરી એક વખત દુલ્હનિયા બનેલી જોઈને બધા તેના વખાણ કરી કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2011માં પ્રિયાએ પહેલાં માલવ રાજડા સાથે લગ્ન કર્યા હતા. 2021માં લગ્નની 10મી એનિવર્સરી પર ફરી એક વખત બંને જણ પોતાના દીકરાની હાજરીમાં લગ્ન કર્યા હતા. હવે પ્રિયાએ એક ફોટોશૂટ માટે ત્રીજી વખત બ્રાઈડલ લૂક કેરી કર્યું છે. પ્રિયાનો રાજસ્થાની બ્રાઈડલ લૂક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. સુંદર આઉટફિટ સાથે શાહી ઘરેણાએ પ્રિયાના લૂકને એકદમ રોયલ ટચ આપ્યો હતો.
40 વર્ષની પ્રિયા એક વખત ફરી પોતાની બ્યુટીથી ફેન્સને દિવાના બનાવી દીધા હતા. ફેન્સ તેના ફોટો પર લાઈક અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે. તમે પણ એક્ટ્રેસનો આ વાઈરલ લૂક ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…
અત્રે ઉલ્લેખનીય છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક ખૂબ જ લોકપ્રિય ચીવી શો છે જે 17 વર્ષથી સતત દર્શકોનું મનોરંજ કરી રહ્યું છે. હાલમાં શોના 17 વર્ષ પૂરા થવા પર સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ શોના તમામ કલાકારોએ હાજરી આપી હતી.
આપણ વાંચો: જયા બચ્ચન કે અભિષેક નહીં! આ એક વ્યક્તિનું સાંભળીને જ ફિલ્મો સાઈન કરે છે Amitabh Bachchan