અભિનેતાના આ ડાયલૉગે એક સમયે રેલવેને કરી દીધી હતી હેરાન પરેશાન
રાજ કપૂરા નિર્દેશનમાં બનેલી ઋષી કપૂર અને ડિમ્પલ કાપડીયાને ચમકાવતી ફિલ્મ બૉબી તેની ઘણી વાતો માટે લોકપ્રિય થઈ હતી. ઋષી ડિમ્પલની જોડી, રાજ કપૂરની હીરોઈનો જેવો ડિમ્પલનો સેક્સી લૂક, સુમધુર સંગીત, ફિલ્મની વાર્તા અને રાજ કપૂરનું ડિરેક્શન. દીકરા ઋષીની ડેબ્યુટ ફિલ્મને રાજ કપૂરે સુપરહીટ બનાવી દીધી હતી.
આ ફિલ્મનું બીજું પણ એક આકર્ષણ હતું અને એ છે પ્રેમ ચોપરા. વિલન બનીને સૌને ડરાવતા પ્રેમ ચોપરાનો આ ફિલ્મમાં એક જ ડાયલૉગ હતો. પ્રેમ…પ્રેમ નામ હૈ મેરા…પ્રેમ ચોપરા. જોકે ચોપરાને પહેલા ખબર ન હતી. તેઓ રાજ કપૂરની ફિલ્મમાં કામ કરવા મળી રહ્યું છે તે વાતથી ખુશ હતા. જ્યારે સેટ પર ગયા ત્યારે ખબર પડી કે તેમણે એક જ ડાયલૉગ બોલવાનો છે. તેમણે ફિલ્મ કરી પણ આ એક ડાયલૉગથી તેઓ ઘર ઘરમાં જાણીતા થયા.
હવે વાત કરીએ રેલવેની. થયું એમ કે આ ડાયલૉગ અને પ્રેમ ચોપરા બહુ ફેમસ થયા અને લોકો તેમને જોવા આતુર બન્યા. હવે તે સમયે તો કલાકારો રેલવેમાં પણ પ્રવાસ કરતા. જ્યારે એ વાત ફેલાય કે ફલાણી ટ્રેનમાં પ્રેમ ચોપરા પ્રવાસ કરી રહ્યા છે એટલે મોટા ભાગના રેલવે સ્ટેશન પર લોકો એકઠા થઈ જાય અને પ્રેમ ચોપરાને દરવાજા પર બોલાવી ડાયલૉગ બોલાવતા હતા. આને લીધે રેલવેએ દરેક સ્ટેશન પર ટ્રેન નિર્ધારિત સમય કરતા વધુ ઊભી રાખવાની પણ ફરજ પડતી. આથી એક સિન કે એક ડાયલૉગથી કઈ ફરક પડતો નથી. કલાકાર તેને કઈ રીતે ભજવે છે તે મહત્વનું છે.
Also Read –