મનોરંજન

હેં! બોલીવુડની આ સુંદરી 36 બાળકોની માં છે?!!

આમ તો આપણે ત્યાં પરિણીત સ્ત્રીને સો સંતાનોની માતા થવાના આશીર્વાદ અપાતા હતા. પણ આજકાલ ‘બચ્ચે દો હી અચ્છે’નો જમાનો છે. પરંતુ, બોલીવુડની આ સુંદરી જેણે અભિનયમાં તો ખ્યાતિ મેળવી, પરંતુ જ્યારે તે બિઝનેસ વુમન બની, ત્યારે તે પ્રખ્યાત થઈ ગઈ. આ અભિનેત્રી એક કે બે નહીં પરંતુ 36 બાળકની માતા છે.

પ્રીતિ ઝિન્ટા તેના શાનદાર અભિનય તેમજ તેની સુંદરતા અને ખુશમિજાજ સ્વભાવ માટે સમાચારમાં રહે છે. પ્રીતિ ઝિન્ટા IPLમાં કિંગ્સ પંજાબની સહ-માલિક છે. આ પહેલી વાર છે જ્યારે અભિનેત્રીની ટીમ ફાઇનલમાં પહોંચી છે. IPLની ફાઇનલ મેચ રમાઈ રહી છે ત્યારે અમે તમને પ્રીતિ વિશે એક ખૂબ જ રસપ્રદ વાત જણાવવા જઈ રહ્યા છીએ.

preity zinta

જો અમે તમને કહીએ કે લગ્ન પહેલા જ પ્રીતિ ૩૪ બાળકોની માતા બની ચૂકી છે, તો?!!. વાસ્તવમાં, અભિનેત્રીએ તેના ૩૪મા જન્મદિવસે ૩૪ બાળકોને દત્તક લીધા હતા. પ્રીતિએ જે બાળકો દત્તક લીધા હતા તે બધી છોકરીઓ છે.

અભિનેત્રીએ કહ્યું હતું કે તે બાળકોની દરેક રીતે સંભાળ રાખશે. પ્રીતિએ 2016માં જીન ગુડઈનફ સાથે લગ્ન કર્યા. વર્ષ 2021માં અભિનેત્રીએ સરોગસી દ્વારા જોડિયા બાળકોનું આ દુનિયામાં સ્વાગત કર્યું હતું અને હવે તમે સમજી ગયા હશો કે પ્રીતિ ઝિંટા 36 બાળકની માતા કેવી રીતે છે!!

આપણ વાંચો : મેચ જિત્યા બાદ Preity Zintaએ આ કોને આંખ મારી? ફોટો થયા વાઈરલ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button