મહોબ્બતેંની કિરણ અને સંજના યાદ છે? જૂઓ બે દાયકા બાદ કેવી લાગે છે…
અમિતાભ બચ્ચનની ડૂબતી કરિયરને બચાવવાનો શ્રેય જે ફિલ્મને જાય છે તે મહોબ્બતેં આજે પણ યુવાનોની ફેવરિટ ફિલ્મ છે બચ્ચન ઉપરાંત શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાયની જોડી આ ફિલ્મમાં હતી, પરંતુ સાથે અન્ય ત્રણ યંગ કૉલેજિયન કપલ પણ આ ફિલ્મમા્ં બતાવવામાં આવ્યા હતા. મેલોડિયસ મ્યુઝિક અને લવસ્ટોરી કહેતી આ ફિલ્મ સુપરહીટ નિવડી હતી અને આ સાથે તેના યંગ કપલ્સ પણ ફેમસ થયા હતા. આ કપલ્સમાં બે હીરઈન હતી. એક સંજના અને બીજી કિરણ. આ પાત્રના રોલ પ્રીતિ જાંગિયાની અને કીમ શર્માએ નિભાવ્યા હતા. આ ઉપરાંત શમિતા શેટ્ટી, જુગલ હંસરાજ, જીમ્મી શેરગીલ, ઉદય ચોપડા પણ હતા.
આ પણ વાંચો : જાપાનમાં એક દિવસમાં કેટલી કમાણી કરે છે રિક્ષાવાળા? જવાબ સાંભળીને ચકરાઈ જશે મગજ…
હવે મુંબઈમાં યોજાયેલી એક ઈવેન્ટમાં કીમ શર્મા અને પ્રીતિ જાંગિયાની એકસાથે જોવા મળ્યા હતા.24 વર્ષ બાદ બન્ને એકસાથે અચાનક દર્શકોની સામે આવ્યા હતા. સોશિયલ મીડિયામાં તેમનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જોઈને નેટીઝન્સને મહોબ્બતેં યાદ આવી ગઈ છે અને તેઓ કમેન્ટ્સ કરી રહ્યા છે. બધા તેમને બ્યુટી વિધાઉટ સર્જરી કહી રહ્યા છે તો આટલા વર્ષ પછી બન્ને એટલ જ સુંદર દેખાઈ રહી છે, તેમ પણ નેટિઝન્સ કહી રહ્યા છે.