આ ફ્લોપ અભિનેતા હવે બીજા લગ્ન કરશે
બોલીવુડના સુપરસ્ટાર અભિનેતા રાજ બબ્બરનો ફ્લોપ પુત્ર પ્રતિક બબ્બર બીજી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે. તાજેતરમાં જ તેણે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી છે. પ્રતિકના આ બીજા લગ્ન હશે. તેના પહેલા લગ્નના બ્રેકઅપ બાદ તે તેની ગર્લફ્રેન્ડ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો હતો અને હવે તે તેની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. પ્રતિક બબ્બર 37 વર્ષનો છે.
37 વર્ષના ફ્લોપ અભિનેતા પ્રતિક બબ્બરના પિતા રાજ બબ્બર બોલિવૂડ સુપરસ્ટાર હતા. તેમણે ત્રણ દાયકાથી વધુ સમય સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું છે. પ્રતિક જેની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે તેનું નામ પ્રિયા બેનરજી છે. પ્રિયાએ મિસ વર્લ્ડ કેનેડામાં સ્પર્ધક તરીકે ભાગ લીધો છે. લાંબા સમય સુધી સાથે રહ્યા બાદ આ કપલે ગયા વર્ષે વેલેન્ટાઈન ડે પર તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા.
પ્રતિકે પ્રિયા બેનરજી સાથે સગાઈ કરી લીધી છે. બોલિવૂડ વર્તુળમાં એવી ચર્ચા છે કે બંને જલ્દી લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. પ્રતિકના આ બીજા લગ્ન છે. પ્રતિક બબ્બરે વર્ષ 2019માં સાન્યા સાગર સાથે લગ્ન કર્યા હતા. આ કપલે જાન્યુઆરી 2023માં સત્તાવાર રીતે ડિવોર્સ લીધા હતા. જોકે, બંને લાંબા સમયથી અલગ રહેતા હતા. હવે પ્રતિક તેની ગર્લફ્રેન્ડ પ્રિયા બેનરજી સાથે નવું જીવન શરૂ કરવા જઈ રહ્યો છે.
પ્રતિક બબ્બરે 26 નવેમ્બર 2023ના રોજ પ્રિયા બેનરજીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું, જેમાં પ્રિયા સંમત થઈ હતી. પ્રતિક બબ્બરે એક મીડિયાને આપેલી મુલાકાતમાં એમ જણાવ્યું હતું હતું કે, ‘હું નસીબદાર છું કે મને પ્રિયા જેવી સાથી મળી. મેં ઘણી ભૂલો કરી છે. છૂટાછેડા પછી હું ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. અને એ સમયે પ્રિયાએ પણ તેની તેની સગાઈ તોડી નાખી હતી. તેણે મને વર્ષ 2020માં મેસેજ કર્યો હતો. મારા છૂટાછેડાને કારણે હું શરૂઆતમાં અચકાતો હતો. પણ હવે તે મારું સર્વસ્વ બની ગઇ છે.’
તમને પણ વિચાર આવશે કે આ પ્રિયા બેનરજી કોણ છે. તો અમે તમને માહિતી આપી દઇએ. પ્રિયા બેનરજીનો જન્મ કેનેડામાં થયો હતો. તેણે કોમ્પ્યુટર સાયન્સ અને ઈન્ટરનેશનલ માર્કેટની ડીગ્રી મેળવી છે. જોકે, તેને થિયેટર પ્રત્યે ઘણો લગાવ હતો. આ લગાવ તેને ભારત ખેંચી લાવ્યો. મુંબઇમાં તેણે અભિનયની શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. પ્રિયાએ 2011માં મિસ વર્લ્ડ કેનેડા સ્પર્ધામાં ભાગ લીધો હતો અને મિસ ફોટોજેનિકનો ખિતાબ પણ જીત્યો હતો. તેણે 2013માં તેલુગુ ફિલ્મ ‘કિસ’થી ડેબ્યૂ કર્યું હતું. તેણે 2015માં આવેલી ફિલ્મ ‘જઝબા’થી બોલિવૂડમાં પગ મૂક્યો હતો. પ્રિયાએ ‘ભંવર’, ‘જમાઈ 2.0’, ‘હેલો મિની’, ‘લવ સ્લીપ રિપીટ’ અને ‘ફૂહ સે ફૅન્ટેસી’ જેવા ટીવી શોમાં કામ કર્યું હતું.