Valentine’s Day પર એકમેકમાં બંધાયા પ્રતિક અને પ્રિયા; શેર કરી સુંદર તસવીરો…
![prateik babbar marries priya banerjee](/wp-content/uploads/2025/02/prateik-babbar-wedding.webp)
બોલિવૂડ સ્ટાર પ્રતીક બબ્બર (Prateik Babbar) વેલેન્ટાઈન ડેના દિવસે તેની ગર્લફ્રેન્ડ પૂજા બેનર્જી (Priya Banerjee) સાથે લગ્નગ્રંથિથી બંધાયા છે. પ્રતીક અને પૂજા લાંબા સમયથી રિલેશનશિપમાં હતા અને લગ્નની તૈયારી કરી રહ્યા હતા. આજે વેલેન્ટાઇન ડે પર, પ્રતીક બબ્બરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરી હતી. તેમના લગ્નમાં ફક્ત પરિવાર અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા.
Also read : પાકિસ્તાની અભિનેત્રીને ફ્રોક પહેરીને પ્રી-બર્થડે સેલિબ્રેશન કરવાનું પડ્યું મોંઘું, શું થયું?
શેર કરી સુંદર તસવીરો
જો કે તેના લગ્નના સમારંભમાં માત્ર તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. પ્રતિક બબ્બર અને પ્રિયા બેનર્જીએ તેમના ઇન્સ્ટાગ્રામ પર મુંબઈમાં તેમના સુંદર લગ્ન સમારોહની તસવીરોની સીરિઝ શેર કરી. પહેલા ફોટામાં કપલ તેમના જીવનના આ મહત્વના દિવસે હાથ પકડેલા દેખાય છે. બીજા ફોટોમાં તે દુલ્હનના ગળામાં મંગળસૂત્ર બાંધતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લગ્નની સુંદર તસવીરો કોલાબરેટ પોસ્ટ શેર કરી હતી. પોસ્ટ કેપ્શનમાં લખ્યું હતું, “હું દરેક જીવનમાં તમારી સાથે લગ્ન કરીશ.”
ખાસ ડિઝાઇન કર્યા કપડાં
![](/wp-content/uploads/2025/02/prateik-babbar.avif)
અભિનેતા પ્રતીક અને પ્રિયા બેનર્જીએ સાડા ચાર વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા બાદ તેઓએ આજે લગ્ન કર્યા છે. પ્રતિક બબ્બર અને પ્રિયા બેનર્જીએ બે વર્ષ પહેલા વેલેન્ટાઇન ડે 2023 ના રોજ ઇન્સ્ટાગ્રામ પર તેમના સંબંધોને ઓફિશિયલ કર્યા હતા. હવે બરાબર બે વર્ષ બાદ તેમના લગ્ન થયા છે. કપલે તેમના લગ્નના દિવસ માટે ડિઝાઇનર તરુણ તાહિલિયાની દ્વારા બનાવેલા હાથીદાંતના પોશાક પસંદ કર્યા.
Also read : એલ્વિશ યાદવના ઘરે ગુંજશે શરણાઇ, ખુદ જાહેર કર્યું કે…..
પ્રતિકના બીજા લગ્ન
બોલિવૂડ અભિનેતા અને રાજકારણી રાજ બબ્બર અને સ્વર્ગસ્થ સ્મિતા પાટિલના પુત્ર પ્રતીક બબ્બર આજે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. જોકે, આ પ્રતીકના બીજા લગ્ન છે. આ પહેલા પણ પ્રતીકના એક લગ્ન થયા હતા જો કે તે સબંધ લાંબો ટક્યો નહોતો. તેના પહેલા લગ્ન સાન્યા સાગર સાથે થયા બાદ જાન્યુઆરી 2023 માં સત્તાવાર રીતે છૂટાછેડા લીધા હતા.